________________
અનુભવાધિકાર.
૬૨૧
વિશેષાર્થ-અધ્યયનને વિષે બ્રા સંમત છે, એટલે સર્વ અધ્યયનેમાં બ્રદાને માનેલું છે, અને બ્રહ્મનાં અઢાર હજાર અંગ છે. એવા બ્રહ્મને જેણે પ્રાપ્ત કરેલું છે, તે પરમ બ્રાણુ અને પરમ ચાગી કહેવાય છે. ૨૭ એજ બ્રહ્મા રૂપ આત્મા દયેય, સેવ્ય અને ભજનીય છે.
ध्येयोऽयं सेव्योऽयं कार्या भक्तिः सुकृतधिया सैव ।
आस्मिन् गुरुत्वबुद्ध्या सुतरः संसार सिंधुरपि ॥२०॥ ભાવાર્થ એ બ્રહ્મ-આત્મા ધ્યાન કરવા ગ્ય, અને સેવવા રોગ્ય છે, અને તેની જ ભક્તિ કરવાની છે. એને વિષે ગુરૂપણની બુદ્ધિ રાખવાથી આ સંસાર સાગર ત વે સુગમ છે. ૨૮
વિશેષાર્થ_એ બ્રહ્મ રૂપ આત્મા ધ્યાન કરવા યોગ્ય, સેવા કરવા યોગ્ય, અને ભક્તિ કરવા યોગ્ય છે. તે આત્માને વિષે ગુરૂપણની બુદ્ધિ રાખવાથી આ સંસાર રૂપ સમુદ્ર તર સુગમ થઈ પડે છે. ૨૮ અમે તો ભકિતથી પરમ મુનિઓની પદવીને
અનુસરીએ છીએ, अवलंबेच्छायोगं पूर्णाचारा सहिष्णावश्च वयम् । जक्या परममुनीनों तदीयपदवीमनुसरामः ॥२५॥
ભાવાર્થ—અવલંબનની ઈચ્છાના યુગને અને પૂર્ણ આચારને નહીં સહન કરનારા અમે ભક્તિથી પરમ મુનિઓની પદવીને અનુસરીએ છીએ. ૨૯