________________
અનુભવાધિકાર.
- ભાવાર્થ–શાંત હૃદયવાળા અંતરાત્માઓને બાહા આત્માને અધિકાર હેતે નથી. તેમને તે ધ્યાનથી જ પરમાત્મા દયેય રૂપ થઈ સંનિધિમાં આવે છે. ૨૦
વિરોષાર્થ—જેમનું હદય શાંત હોય છે, તેવા અંતરાત્માએને પછી બાહા આત્માને અધિકાર હેતે નથી; એટલે તેઓ બાહ્ય વસ્તુઓથી ભિન્ન રહે છે. ધ્યાન કરવાથી દયેય રૂપે થયેલ પરમાત્મા ક્યાતાની નજીક આવે છે. ૨૦
બહિરાત્મા અને પરમાત્મા કેને કહેવાય? कायादिहिरात्मा तदधिष्ठानांतरात्मनामेति । गत निःशेषोपाधिः परमात्मा कीर्तितस्तझैः ॥२१॥
ભાવાર્થ-કાયાણિ એ બહિરાત્મા કહેવાય છે. તે તેના અધિકાન રૂપ એવા અંતરાત્માપણાને પામે છે, અને જેની સર્વ ઉપાધિ ગયેલ છે એ પરમાત્મા કહેવાય છે, એમ આત્મવેત્તાઓ કહે છે. ૨૧
વિશેષાર્થ આ શરીર વગેરે તે બહિરાત્મા કહેવાય છે. તે તેના અધિષ્ઠાન રૂપ એવા અંતરાત્મપણાને પામે છે, એટલે બહિ. રાત્મા અંતરાત્મા થઈ શકે છે. અને જ્યારે તે સર્વ ઉપાધિઓથી મુક્ત થાય છે, ત્યારે તે પરમાત્મા કહેવાય છે. આત્મવેત્તાઓએ આ વાત શાસ્ત્રમાં દર્શાવેલ છે. ૨૧