________________
અધ્યાત્મ સાર.
પછી શાંત મનવાળા પુરૂષને સાક્ષાત અનુભવ
થાય છે. शोकमद मदन मत्सर कलंह कदाग्रह विषाद वैराणि । कीयंते शांत हृदामनुजव एवात्र साक्षात्तः ॥ १० ॥
ભાવાર્થ–શાંત હૃદયવાળા પુરૂષોને પછી શેક, મદ, કામ, મત્સર, કલહ, કદાગ્રહ, ખેદ અને વૈર ક્ષય પામી જાય છે, અને સાક્ષાત્ અનુભવજ થાય છે. ૧૮ મન શાંત થવાથી જ્યોતિ પ્રકાશે છે, અને મેહધકાર
લય પામે છે. शांते मनसि ज्योति प्रकाशते शांत मात्मनः सहज । भस्मीभवत्यविद्या मोहध्वांतं विलयति ॥१९॥
ભાવાર્થ–મન શાંત થવાથી આત્માનું સહજ એવું શાંત જોતિ પ્રકાશે છે, અવિદ્યા ભસ્મ થાય છે, અને મેહધકાર લય પામે છે. ૧૯.
વિશેષાર્થ-જ્યારે મન શાંત થાય છે, ત્યારે આત્માનું જે સહજ-સ્વાભાવિક જોતિ છે તે પ્રકાશે છે. અવિવા–અજ્ઞાન ભસ્મ થઈ જાય છે, અને મેહરૂપી અંધકાર લય પામી જાય છે. ૧૯
ધ્યાનથી પરમાત્મા સાનિધ્યમાં આવે છે. बाह्यात्मनोऽधिकारः शांतहदामंतरात्मनां न स्यात् । परमात्मानुध्येयः संनिहितो ध्यानतो भवति ॥२०॥