________________
અનુભવાધિકાર.
૬૧૫ કેવા અનુભવથી ચોગી સદા નિરાલંબ થાય છે?
सालंबनं क्षणमपि क्षणमपि कुर्यान्मनो निरालंबम् । इत्यनुजव परिपाका दाकालं स्याभिरालंबः ॥१६॥
ભાવાર્થ–ક્ષણવાર આલંબનવાળું અને ક્ષણવાર નિરાલંબન મન કરવું. એવા અનુભવના પરિપાકથી ભેગી સદાકાળ નિરાલંબ થાય છે. ૧૬ ' વિશેષાર્થ–ગીએ જે સદા કાળ નિરાલંબ થવું હોય તે, તેણે પિતાના મનને ક્ષણવાર સાલંબન અને ક્ષણવાર નિરાલંબન કરવું જોઈએ. ૧૬
ચિત્ત શાંત ક્યારે થાય છે? आलंब्यैक पदार्थ यदा न किंचिति चिंतये दन्यत् । अनुपनतेंधन वन्हिवदुपशांतं स्यात्तदा चेतः॥ १७ ॥
ભાવાર્થ-એક પદાર્થનું આલંબન કરી, જ્યારે બીજું કાંઈપણ ચિંતવે નહી, ત્યારે ઇંધણ વગરના અગ્નિની જેમ ચિત્ત શાંત થાય છે. ૧૭,
વિશેષાર્થ ધ્યાનમાં એક પદાર્થનું આલંબન કરી, પછી બીજું કાંઈપણ ચિંતવવું નહીં, ત્યારે ઈંધણ વગરના અગ્નિની જેમ ચિત્તશાંત થઈ જાય છે, ૧૭