________________
અનુભવાધિકાર. ભાવાર્થ-જેની સંકલ્પ વિકલ્પની વૃત્તિ ઊપરામ પામી છે, અને જે અવગ્રહ વગેરેના કમથી રહિત થયેલું છે, એવું ચિત્ત નિરૂદ્ધ કહેવાય છે. તેવું ચિત્ત આત્મારામ મુનિઓને હેાય છે. ૮
વિશેષાર્થ-જ્યારે ચિત્તમાંથી સંકલ્પ-વિકલ્પની વૃત્તિ ઊપરામ પામી જાય, એટલે ચિત્તમાં સંકલ્પ-વિકલ્પ ઊઠે નહીં, અને અવગ્રહ વગેરેને ક્રમ ચિત્તમાંથી દૂર થઈ જાય, એવા ચિત્તને વિરૂદ્ધ કહે છે. તેવું ચિત્ત જે આત્મારામ મુનિઓ હોય, તેમને હેય છે, બીજાઓને હેતું નથી. ૮
ચિત્તની ત્રણ દશાઓ થાય છે. न समाधावुपयोग तिस्रश्वेतो दशा इह बजते । सत्वोत्कर्षात् स्थैर्या उने समाधिसुखातिशयात् ॥ ए॥
ભાવાર્થ_ચિત્તની બે દશા સત્વના ઊત્કર્ષથી અને રસ્થય ગુણથી બે દશા થાય છે, અને એક દશા સમાધિ સુખના અતિશયથી થાય છે. એ ત્રણે દશાઓ સમાધિમાં ઊપગને પામતી નથી. ૯
વિશેષાર્થ-જ્યારે ચિત્તમાં સત્વને ઊત્કર્ષ થાય અથવા ધૈર્ય ગુણ વધી જાય, ત્યારે ચિત્તની તે બે દશા થાય છે, અને સમાધિન અતિશયથી ત્રીજી દશા થાય છે. તે ત્રણ દશાઓ સમાકિની અંદર ઊપાગમાં આવતી નથી. ૯
કેવા મનમાં એમને આરભ થાય છે, અને
કેવા મનમાં વ્યુત્થાન દશા થાય છે? योगारंभस्तु भवेदिक्षित मनसि जातसानंदे । क्षिसे मूढे वास्मिन् व्युत्थानं भवति नियमेन ॥१०॥