________________
૫૬૦
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–તેથીજ બાહ્ય એવા હેતુઓને વિષે સર્વથા અનિથતરૂપ છે, અને ભાવના વિચિત્રપણથી આત્માજ આશ્રવ અને સંવરરૂપ છે. ૧૩૯ ' વિશેષાર્થ–તેથીજ એટલે ઉપર કહેવા પ્રમાણે હેવાથીજ જે બહેરના હેતુઓ-કારણે છે, તેને વિષે સર્વથારૂપ અનિયત છે, એટલે નિયમિતરૂપ નથી. અને ભાવને વિચિત્રપણાથી આત્માજ આવ અને સંવરરૂપ છે, એટલે ભાવ એકરૂપે હેતું નથી, તે વિચિત્રરૂપે હોય છે, તેથી આશ્રવ અને સંવર આત્મા છે, એમ સમજવું. ૧૩૯ આત્મા શાસ્ત્રોથી મુકાતું નથી, પણ જ્ઞાનથી મુકાય છે.
अज्ञाता विषयासक्तो बध्यते विषयैस्तु सः । ज्ञानादि मुच्यते चात्मा न तु शास्त्रादिपुद्गलात् ॥१०॥
ભાવાર્થ-અજ્ઞાની અને વિષયમાં આસક્ત એ તે આત્મા વિષયથી બંધાય છે, અને જ્ઞાનથી તે મુક્ત થાય છે. પણ કઈ શાસ્ત્ર વગેરે પુદગલેથી મુક્ત થતું નથી. ૧૪૦
વિશેષાર્થ આત્માને અજ્ઞાન અને વિષયે બંધન આપે છે. અને જ્ઞાન મુક્તિ આપે છે, જ્ઞાન વિના કેવળ શાસ્ત્રને અભ્યાસ કરે, તે તે શાસ્ત્રનાં પુડ્ડગલેથી મુક્તિ થતી નથી. શાસ્ત્રમાંથી જ્ઞા ન સંપાદન કરે ત્યારે મુક્ત થવાય છે, તેથી ભવ્ય જીવે અજ્ઞાનને દૂર કરી, વિષયમાં આસકત થવું નહીં. ૧૪૦