________________
૫૦૦
અધ્યાત્મ. સાર
આત્મદ્રવ્ય ધર્માસ્તિકાયથી ભિન્ન છે. धर्मस्य गतिहेतुत्वं गुणो झानं तथात्मनः । धर्मास्तिकायात्तञ्जिनमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ४ ॥
ભાવાર્થ-ધર્માસ્તિકાયને ગતિ હેતુ છે, ચલન ધર્મ છે, અને આત્માને ગુણ જ્ઞાન છે, તેથી આત્મદ્રવ્ય ધમસ્તિકાયથી ભિન્ન છે, એમ જિનેશ્વરે કહે છે. ૪૯
વિશેષાર્થ—ધર્માસ્તિકાય હેતુ ગતિ છે, એટલે ધમસ્તિકાય ચલન ધમી છે, અને આત્માને ગુણ જ્ઞાન છે, તેથી આત્મદ્રવ્ય ધર્માસ્તિકાયથી ભિન્ન છે. જ્ઞાન ગુણુવાળા આત્માને ચલન ધર્મ હેતે નથી, તેથી તેનામાં ધર્મસ્તિકાય પણું આવતું જ નથી. ૪૯
આત્મ દ્રવ્ય અધર્માસ્તિકાયથી પણ જુદું છે. अधर्मे स्थितिहेतुत्वं गुणो ज्ञानगुणोऽनुमान् । ततोऽधर्मास्तिकायान्यमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ५० ॥
ભાવાર્થ—અધમસ્તિકાયનો હેતુ સ્થિરતા છે, અને આત્મા જ્ઞાન ગુણવાળે છે, તેથી આત્મદ્રવ્ય અધમસ્તિકાયથી જુદું છે, એમ જિનેશ્વર કહે છે. ૫૦
વિશેષાર્થ-અધર્માસ્તિકાયને ધર્મ સ્થિરતા છે, એટલે સ્થિર રહેવાને ધર્મ છે, અને આત્માને ગુણ જ્ઞાન છે, તેથી આત્મા અને ધમસ્તિકાયથી ભિન્ન છે, એમ શ્રી જિનેશ્વરે કહે છે. ૫૦