________________
અધ્યાત્મ સાર.
ભાવાર્થ-જ્ઞાન નામની જે ચેતના તે બેધ કહેવાય છે, કર્મ નામે રાગ, દ્વેષ, કહેવાય છે. અને પ્રાણને કર્મનું જે ફળ થાય, તે વેદનાને નામે ઓળખાય છે. ૪૫
વિશેષાર્થધ એ પણ જ્ઞાન નામની ચેતના છે. રાગ અને દ્વેષ એ કર્મને નામે છે, એટલે રાગ તથા વેષ, તે એક જાતનાં કર્મ કહેવાય છે. અને જે કર્મનું ફળ છે, તે પ્રાણીને વેદનાના નામથી ઓળખાય છે. તેથી તે વેદના આત્માની સાથે મુખ્ય સંબંધ ધરાવતી નથી. ૪પ
આત્મામાં અમૂર્તતા અને ચેતના છે, એથી
તેને દેહની સાથે ઐકયતા નથી. नात्मा तस्मादमूर्तत्वं चैतन्यं चातिवर्त्तते । अतो देहेन नैकत्वं तस्य मूर्तेन कर्हि चित् ॥ १६ ॥
ભાવાર્થી–તેથી આત્મા અમૂર્તતા અને ચૈતન્યનું અતિમણ કરતું નથી, એથી જ તેને મૂર્ત એવા દેહની સાથે ઐક્યતા કદિ પણ છે જ નહીં. ૪૬
વિશેષાર્થ–આત્મા અમૂર્તતા અને ચૈતન્યનું અતિક્રમણ કરતું નથી, એટલે આત્મા પિતાના અમૂર્તતા અને ચેતનાને ગુણ છોડતું નથી. એથી તે અમૂર્ત આત્માને મૂર્તિમાન દેહની સાથે ઐક્યતા કદિ પણ સંભવતી નથી. ૪૬