________________
અધ્યાત્મ સાર,
-
-
ભાવાર્થ–જેમ સ્વપ્નમાં જોયેલે અર્થ જાગ્રત થયેલાને લેવામાં આવતું નથી, તેમ જ્ઞાની પુરૂષને વ્યવહાર મતમાં સર્ગ (સંસાર) જોવામાં આવતું નથી. ૨૮
- વિશેષાર્થ–જે અર્થ-પદાર્થ સવપ્નામાં જોવામાં આવે છે, તે જાગ્રત થયા પછી છેવામાં આવતું નથી. એટલે જે માણસે સ્વપ્નામાં જે જોયું છે તે જાગ્રત થયા પછી તેના જોવામાં આવતું નથી. તેમ જ્ઞાની પુરૂષને આ સંસાર (સર્ગ) વ્યવહારનયના મતમાં જોવામાં આવતું નથી. ૨૮
સાગથી થયેલે સર્ગ મિથ્યા છે.
मध्याहे मृगतृष्णायां पयःपूरी यतते । तथा संयोगजः सों विवेकख्यातिविप्लवे ॥२५॥
ભાવાર્થ-જેમ મધ્યાહકળે ઝાંઝવામાં પાણીનું પૂર દે ખાય છે તેમ સગથી થયેલે સર્ગ વિવેકની ખ્યાતિના વિપ્લવમાં મિથ્યા દેખાય છે. ૨૯
વિશેષાર્થ જેમ મધ્યાહ્ન સમયે ઝાંઝવામાં પાણીનું પૂર ખેટું દેખાય છે, તેમ જયારે વિવેકની ખ્યાતિને વિપ્લવ થાય છે, ત્યારે સાગથી થયેલ આ સર્ગ-સૃષ્ટિ (સંસાર) ખટે લાગે છે, અર્થાત્ કહેવાને આશય એ છે કે, જ્યારે વિવેક ગુણ પ્રગટ થાય છે, ત્યારે આ સંસારનું મિથ્યા સ્વરૂપ ભાસે છે. ર૯