________________
આત્મનિશ્ચયાધિકાર
૪૮૯ ભાવાર્થ—જેમ મૂર્ખ માણસ સ્ફટિકમશિને વિષે ઉપધિના ભેદથી થયેલા ભેદને સાચે ભેદ માને છે, તેમ તે કર્મથી થચેલા ભેદને આત્માને વિષે માને છે. ૧૭
વિશેષાર્થ–જે આત્મા નિર્વિકારી અને દહિત છે, તેને મૂર્ખ માણસ કર્મના ભેદને લઈને તેને ભેદ માને છે, તે ઉપર દષ્ટાંત આપે છે. સ્ફટિકમણિ સ્વભાવે શુદ્ધ છે, પણ ઉપાધિના ભેદને લઈને એટલે બીજા રંગનાં પ્રતિબિંબ પડવાને લઈને, તે સ્ફટિકમાં ભેદ લાગે છે. તેવા ભેદને સાચે ભેદ માને તે ભૂખે છે. તેવીજ રીતે આત્મા અભેદ છે, છતાં મૂર્ખ માણસ કર્મના ભેદને આત્માને વિષે આરેપિત કરે છે. ૧૭ જે આત્માને વિરૂપ માને છે, તેઓ શાસનાં
વચનને લેપ કરે છે. उपाधिःकर्मजो नास्ति व्यवहारात्स्वकर्मणः । इत्यागमवचो लुप्तमात्मवैरूप्यवादिना ॥१०॥
ભાવાર્થ-જે આત્માને વિરૂપ માનનાર છે, તે “ઉપાધિ કર્મથી થયેલ છે, પિતાનાં કર્મના વ્યવહારથી નથી,” આવાં આગમના વચનને લેપે છે. ૧૮
વિશેષાર્થ– ઉપાધિકર્મથી થયેલ છે, પણ પિતાનાં કર્મના વ્યવહારથી નથી, એટલે જે જે ઊપાધિ જોવામાં આવે છે, તે કર્મને લઈને છે, કાંઈ કર્મનો વ્યવહારથી નથી. આ પ્રમાણે આગમનું