________________
આત્મનિશ્ચયાધિકારઃ
૪૮૭ નિશ્ચયનયથી, જીવસમૂહ વિષે શું છે ? नचैतनिश्चये युक्तं जूतग्रामो यतोऽखिलः। नामकमेप्रकृतिजः स्वनावो नात्मनः पुनः ॥१४॥
ભાવાર્થ—જે આ બધે જીવસમૂહ છે, તે નામ કર્મની પ્રકૃતિથી થયેલ છે. તે આત્માનો સ્વભાવ નથી. અને નિશ્ચયનયમાં એ વાત ઘટતી નથી. ૧૪
વિશેષાર્થ...આ જગતમાં જે બધે જીવ-સમૂહ છે, તે નામકર્મની પ્રકૃતિથી થયેલ છે, એટલે નામકર્મને લઈને તેમના ભેદ જોવામાં આવે છે. આત્માને એ સ્વભાવ નથી, પણ વિભાવ છે. અને નિશ્ચયનયમાં એ વાત ઘટતી નથી. વ્યવહારનયમાં ઘટે છે. ૧૪
જન્માદિ અવસ્થામાં કેવી રીતે ભેદ મનાય છે? जन्मादिकोऽपि नियतः परिणामो हि कर्मणाम् । न च कर्मकृतो नेदः स्यादात्मन्यविकारिणि ॥ १५ ॥
ભાવાર્થ –જે જન્માદિક અવસ્થા છે, તે કઈ કર્મને નિયમિત પરિણામ છે. પરંતુ અવિકારી એવા આત્માને વિષે કર્મને કરેલે ભેદ થતું નથી. ૧૫
વિશેષાર્થ-જીવને જે જન્માદિક, બાળ, યવન, વૃદ્ધ વગેરે અવસ્થા થાય છે, અથવા અમુક નિમાં જન્મ થાય છે, તે