________________
આત્મનિશ્ચયાધિકાર
૪૮૫ * વિશેષાર્થ—જે આત્માનું શુદ્ધસ્વરૂપ છે, તેનિશ્ચયથી અનુ ભવાય છે, એટલે નિશ્ચય નયથી આત્મ સ્વરૂપને અનુભવ થાય છે, વ્યવહારથી થતું નથી. વ્યવહાર તે ભેદદ્વારા આત્માથી પર એના શરીર વિગેરેને અનુભવ કરાવે છે. ૧૦.
વસ્તુતાએ ગુણનું રૂપ આત્માથી જુદુ નથી
वस्तुतस्तु गुणानां तपं न स्वात्मनः पृथग् । आत्मा स्यादन्यथानात्मज्ञानाद्यपि जम्नवेत् ॥११॥
ભાવાર્થ–વસ્તુતાએ ગુણનું જે રૂપ છે, તે આત્માથી જુદું નથી. જો તે જુદું હોય તે, આત્મા અનાત્મા થાય છે, અને જ્ઞાનાદિ પણ જડ થાય છે. ૧૧
વિશેષાર્થ-વસુતાએ ગુણનું રૂપ આત્માથી જુદું નથી, એટલે આત્મા અને તેના ગુણનું એકજ રૂપ છે. જે ગુણનું રૂપ જુદુ હોય તે, આત્મા અનાત્મા થાય એટલે આત્મા આત્મારૂપેજ રહે નહીં, અને જે આત્માના ગુણરૂપ જ્ઞાનાદિ છે, તે જડરૂપ છે.૧૧
સર્વ આત્માઓની ઐક્યતા સામાન્યપણે ચૈતન્ય છે.
चैतन्यपरसामान्या सर्वेषामेकतात्मनाम् । निश्चिता कर्मजनितो नेदः पुनरुपप्लवः ॥१५॥