________________
૪૮૪
અધ્યાત્મ સાર.
જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણાની ભિન્નતા વ્યવહારથી છે અને છઠ્ઠી વિગેરે વિભક્તિના બ્યપદેશથી મનાય છે, પણ નિશ્ચયર્થ તે ભિન્નતા મનાતી નથી. ૮
આત્મા અને ગુણેાના ભેદની વાત દૃષ્ટાંતથી સમજાવે છે.
घटस्यरूपमित्यत्र यथाने दो विकटपजः । आत्मनथ गुणानां च तथा भेदो न तात्विकः ॥ ए ॥
"
ભાવાથ ઘડાનુ રૂપ ' એ ભેદ જેમ વિકલ્પથી છે, તેમ આત્મા અને ગુણાના ભેદ વિકલ્પથી છે, તાત્વિક નથી. હું
વિશેષાઆત્મા અને તેના જે ગુણા છે, તે વસ્તુતાયે અભિન્ન છે. છતાં વિપથી તેના ભેદ માનવામાં આવે છે. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ ઘડાનુ’રૂપ છે,તેમાં ઘડા અને રૂપ વસ્તુતાયે એક છે, પણ ઘડા અને રૂપ એમ જે ભેદ માનવામાં આવે છે, તે વિકલ્પથી છે.
૯
॥ ૨ ॥ .
આત્માનું શુદ્ધરૂપ નિશ્ર્ચયથીજ અનુભવાય છે. शुद्धं यदात्मनो रूपं निश्चयेनानुभूयते । व्यवहारो भिदाधारानुजावयति तत्परम् ભાવા—જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, તે નિશ્ર્ચયથી અનુભવાય છે, અને વ્યવહાર ભેદદ્વારા તેથી પર એવા રૂપને અનુભવ કરાવે છે. ૧૦