________________
૪૨
*
અધ્યાત્મ સાર
ભણી અથવા સાંભળી નાસ્તિક ન થયું હોય તે, તેને ધ્યાનની પ્રાપ્તિ થાઓ. કારણ કે, તે ધ્યાન સ્પષ્ટ રીતે જોવામાં આવતાં સુખથી ભરપૂર છે, અને મેક્ષનાં સુખને આપનારૂં છે. ૬. ધ્યાનથી અંધકાર ભેદ પામી આત્મતિને
પ્રગટ કરનારનું રહસ્ય પ્રકાશી રહે છે. यत्र नार्कविधुतारकदीपज्योतिषां प्रसरतामवकाशः । ध्यानजिन्नतमसामुदितात्मज्योतिषां तदपि नाति रहस्यम् ॥७॥
ભાવાર્થ—જ્યાં પ્રસરતા એવા સૂર્ય, ચંદ્ર, તારા, અને ટીવાની તિને અવકાશ રહેતું નથી, ત્યાં પણ ધ્યાનથી અંધકારને ભેદ કરનારા અને આત્મતિને ઉદિત કરનારાઓનું રહસ્ય પ્રકાશે છે. ૭.
વિશેષાર્થ– ધ્યાનથી અંધકારને ભેદ કરનારા એવા ઊદય પામેલા આત્મતિનું રહસ્ય એવી રીતે પ્રકાશી નીકળે છે કે જેમાં સૂર્ય, ચંદ્ર, તારા અને દીવાના પતિને અવકાશ મળતું નથી. અર્થાત્ સૂર્યાદિકના તેજથી પણ આત્મતિ વધારે તેજસ્વી છે. ૭
ધ્યાન એ ખરેખર મિત્ર છે.
योजयत्यमितकालवियुक्तां प्रेयसी शमरति त्वरितं यत् । ध्यानमित्रमिदमेव मतं नः किं परैर्जगति कृत्रिममित्रैः॥॥