________________
ધ્યાનતુત્યધિકાર
૪૭૭ ભાવાર્થ-જે અપરિમાણ કાળથી વિમુક્ત થયેલી શમરતિરૂપ અતિ પ્રિય સ્ત્રીને ત્વરાથી મેળવી આપે છે, તે આ ધ્યાનરૂપી મિત્ર અમારે માનવા ચગ્ય છે. જગતમાં બીજા કૃત્રિમ મિત્રે શા કામના છે.? ૮
વિશેષાર્થ–આ જગતમાં ખરે મિત્ર તે કહેવાય છે કે, જે પિતાને પ્રિય વસ્તુને મેળવી આપે છે, અથવા પ્રિય સ્ત્રીને મેળવી આપે છે. આ વાત ધ્યાન ઉપર ઘટે છે. ધ્યાન એ ખરેખર મિત્ર છે કે જે ઘણુ કાળથી વિયેગ પામેલ શમ રતિરૂપ પ્રિયાને મેળવી આપે છે, અર્થાત્ ધ્યાનને ધારણ કરવાથી, શમ ઊપર રતિ-પ્રીતિ થાય છે. તે સિવાય જગતમાં જે કૃત્રિમ મિત્ર છે, તે શા કામના છે? માટે ધ્યાનરૂપી મિત્રની જ મિત્રી કરવી એગ્ય છે. ૮ .
આત્મા ધ્યાનરૂપ મંદિરમાં રહી સુખ મેળવે છે. वारितस्मरबलातपचारे शीलशीतलसुगंधिनिवेशः । नच्छ्रितमशमतल्पनिविष्ठो ध्यानधानि बनते सुखमात्मा।ए॥
ભાવાર્થ-શીલરૂપી શીતલ અને સુગધી નિવેશથી કામદેવના બળરૂપ તડકાને સંચાર જેમાં અટકાવે છે, એવા ધ્યાનરૂપી મંદિરમાં પ્રશમરૂપ ઊંચી શય્યા પર બેઠેલે આત્મા સુખ મેળવે છે. ૯
વિશેષાર્થ–ગ્રંથકાર આ કથી ધ્યાનને મંદિરનું રૂપક આપે છે. જેમ કોઈ પુરૂષ શીતળ અને સુગંધી નિવેશથી તડકા વગરના ગૃહમાં ઊંચી શય્યા ઉપર સુવે તે, તે ઊત્તમ સુખ