________________
ધ્યાનસ્તુત્યધિકાર
- ૪ળી
ભાવાર્થ–આત્માને વિષે અત્યંત લીન થયેલે ધ્યાની પુરૂષ જેમણે રાજાઓને નમાવ્યા છે, એવા કષાયમાંથી ઉત્પન્ન થયેલા માનસિક અતિ અનિષ્ટ વિષયેથી અને દુખાથી બંધાતું નથી. ૫
વિશેષાર્થ આ જગતમાં જીવને બંધન કરનાર વિષ અને દુઃખે છે, તેઓ ચાર કષાયમાંથી ઉત્પન્ન થાય છે, અને તે એવા બળવાન છે કે, જેઓ રાજાને પણ નમાવી દે છે, અને મનમાંથી ઊત્પન્ન થાય છે. એવા અતિ અનિષ્ટ વિષયે અને દુઃખે ધ્યાની પુરૂષને બાંધી શક્તા નથી. અર્થાત્ ધ્યાની પુરૂષ તેવા વિષયેથી અને દુખેથી બંધાતું નથી. કારણ કે, તે આત્માને વિષે અત્યંત લીન થયેલ છે. ૫
જ્યાં સુધી નાસ્તિક ભાવ પ્રગટ થયે ન હોય,
ત્યાંસુધી એ ધ્યાન મેક્ષને આપનારું છે. स्पष्ठष्ठसुखसंभृतमिष्ठं ध्यानमस्तु शिवशर्मगरिष्ठम् । नास्तिकस्तु निहतो यदि नस्यादेवमादिनयवाङ्मयदंगात् ॥६॥
ભાવાર્થ જે પ્રથમ નાયરૂપ શાસ્ત્રના દંડથી હણુઈને નાસ્તિક થયે ન હોય તે, તેને પ્રગટ સુખથી ભરપૂર, અને મોક્ષના સુખથી મોટું એવું ધ્યાન થાઓ. ૬
વિશેષાર્થ-જયારે પુરૂષ નયવાદવાળા ઈતર શાસ્ત્રરૂપી દંડથી હણાઈને નાસ્તિક બની જાય છે, ત્યારે તેને ધ્યાન થઈ શકતા નથી, તેથી ગ્રંથકાર કહે છે કે, જે પુરૂષ એ ગુંચવણુવાળાં અસ