________________
૪૭૦
અધ્યાત્મ સાર.
રહે છે, અર્થાત સંસારી જીની પ્રવૃત્તિ તે ધ્યાનીની નિવૃત્તિ, અને તેમની નિવૃત્તિ એ ધ્યાનની પ્રવૃત્તિ છે. ૩
પરમાર્થનું મૂળ કારણ ધ્યાનજ છે. संप्लुतोदक इवांधुजनानां सर्वतः सकलकर्मफलानाम् । सिधिरस्ति खलु यत्र तउच्चैानमेव परमार्थनिदानम्॥३॥
ભાવાર્થ-જેમ કુવાના જળની સિદ્ધિ તેની આવકના ઝરણમાં છે, તેમ સકળ કર્મોના ફળની સિદ્ધિ જેમાં ઉચે પ્રકારે રહેલી છે, એવું ધ્યાન જ પરમાર્થનું મૂળ કારણ છે. ૪ ' વિશેષાર્થ–આ જગમાં પ્રાણી જેટલાં કર્મો કરે છે, તે સર્વ કર્મનાં ફળની સિદ્ધિ ધ્યાનમાં રહેલી છે, એટલે બધી જાતનાં કર્મો ધ્યાન કરવાથી સફળ થાય છે. તે ઉપર દષ્ટાંત આપે છે, કવાના બધા પાણીની સિદ્ધિ તેની અંદર જળની આવકની નીક ઉપર રહેલી છે, તેમ કર્મ ફળની સિદ્ધિ ધ્યાન ઉપર રહેલી છે. જળની આવકની નકે બંધ થાય તે, કુવામાં જળ મળતું નથી; તેમ જે ધ્યાન ન હોય તે સત્કર્મ ગમે તેટલાં કરે, તે પણ તેનું ફળ પ્રાપ્ત થતું નથી. ૪ ધ્યાની પુરૂષ આત્મામાં લીન થાય છે, તેને
થી તે કષાયોથી બંધાતા નથી. बध्यते नहि कषायसमुत्यैानसैनमितनूपनमद्भिः। अत्यनिष्ठविषयैरपि मुखैानवानिनृतमात्मनि बीनः॥५॥