________________
અધ્યાત્મ સાર.
વર્તનારા ભવી મનુષ્ય જ્ઞાનકિયા રૂપ અધ્યાત્મને વધારી શકે છે, અને તેથી પોતાના આત્માને અધ્યાત્મની ઉન્નતિમાં લઈ જાય છે. જેઓ દંભથી આચાર પાળી અધ્યાત્મ વિદ્યા મેળવવાને તત્પર થશે, તેઓને અધ્યાત્મની વૃધ્ધિ નહીં થાય, એટલું જ નહીં પણ તેઓ અધ્યાત્મથી તદ્દન વિમુખ થઈ અર્ધગતિના પાત્ર બનશે. તેથી દરેક ભવી આત્માએ જ્ઞાનક્રિયાત્મક અધ્યાત્મને મેળવવાને માટે નિર્દભપણે આચાર પાળ જોઈએ. ૨૯
इति अध्यात्मस्वरूपनामे बीजो अधिकार.