________________
દંભત્યાગાધિકાર.
૪૩
तृतीय-दभत्यागाधिकार.
દંભ કેવો છે? दनो मुक्किलतावन्हिनो राहुः क्रियाविधौ । दौ ग्यकारणं दंभो दंनोऽध्यात्मसुखार्गला ॥ १ ॥
ભાવાર્થ–દંભ, મુક્તિરૂપી લતામાં અગ્નિરૂપ છે. દંભ,ક્રિયારૂપી ચંદ્રમાં રાહુરૂપ છે. દંભ, દૈગ્યનું કારણ છે, અને દંભ અધ્યાત્મ સુખની અર્ગલા–ભૂંગળ રૂપ છે. ૧
1. વિશેષાર્થ આ લેકથી ગ્રંથકારે દંભના અવગુણદર્શાવ્યા છે. જેમાં અગ્નિ લતાને બાળી નાંખે છે, તેમ દંભરૂપી અગ્નિ મુક્તિરૂપી લતાને બાળી નાંખે છે. જેમ રાહ ચંદ્રને ગ્રાસ કરે છે, તેમ દંભરૂપી રાહુ ક્રિયારૂપી ચંદ્રને ગ્રાસ કરી જાય છે. વળી દંભ દુર્ભાચનું કારણ છે, તેમજ અધ્યાત્મ સુખની ભૂગળરૂપ છે, એટલે દંભ કરવાથી દુભાગ્યે થાય છે, અને અધ્યાત્મનું સુખ અટકે છે. અર્થાત્ જેમણે મુક્તિ પ્રાપ્ત કરવી હેય, ક્રિયા સાધવી હેય, દુર્ભાગ્યને દૂર કરવું હેય, અને અધ્યાત્મ સુખ મેળવવું હોય, તેમણે સર્વથા દંભ ને ત્યાગ કરવો એગ્ય છે. ૧