________________
ધ્યાનાધિકાર.
૪૫૯
વિશેષા—અહિં ઊત્તર કાળે એટલે એ ધર્મ ધ્યાનને ઉત્તર કાળે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એવી ત્રણ લેશ્યાએ થાય છે, તે લેશ્યાનાં ત્રણ લિંગ-ચિન્હા છે. શાસ્ત્ર ઊપર શ્રદ્ધા વિનય અને સદ્ગુણ્ણાની સ્તુતિ કરવી તે ત્રણ લેશ્યાના એ ત્રણ ગુણા છે. ૭૧
ધર્મ ધ્યાન કરનારને પુણ્યાનુબંધી સ્વર્ગનું ફળ માપ્ત થાય છે.
शीलसंयमयुक्तस्य ध्यायतो धर्ममुतमम् । स्वर्गप्राप्तिफल प्राहुः प्रौढपुण्यानुबंधनम् ॥ ७२ ॥ se
ભાવ —શીલ તથા સ યમથી યુકત થઇ, ધર્મ ધ્યાન કરનારાને પ્રૌઢ એવા પુણ્યને અનુબંધ કરનાર સ્વર્ગની પ્રાપ્તિ થવારૂપ ફળ મળે છે, એમ કહે છે. ૭ર
વિશેષા——શીલ તથા સયમથી યુક્ત થઈ ધર્મધ્યાન કરનારને પ્રાઢ પુણ્યાનુબંધી એવુ સ્વર્ગ પ્રાપ્તિનુ' ફળ પ્રાપ્ત થાયછે. એટલે શીલ પાળી તથા સંયમને ધારણ કરી, ધર્મ ધ્યાન કરનારા મુનિને પુણ્યાનુખ ધી એવુ સ્વર્ગ પ્રાપ્તિનુ ફળ મળે છે. ૭૨
શુકલ ધ્યાનનું સ્વરૂપ.
ध्यायेच्छुक्लमथ कांतिमृदुत्वाजीवमुक्तिनिः ।
मनो धृत्वा व्यपनीयमनोजितः ॥ ७३ ॥