________________
૪૫૮
અધ્યાત્મ સાર,
વિશેષાર્થ–શુકલ ધ્યાનના બે પાયાને ધ્યાતા પુરૂષ જે પ્રમાદ રહિત હેય તે, તે પૂર્વ ધર યેગી ગણાય છે. અથવા અગી પણ કેવળ પણે હેવા પછી બાકીના બે પાયાને ધ્યાતા થાય છે. ૬૯ ધ્યાનને ઉપરમ થાય તેપણ, અનિત્યતા
વગેરે ભાવના ભાવવી. अनित्यत्वाद्यनुप्रेक्षा ध्यानस्योपरमेऽपि हि । जावयेन्नित्यमत्रांतः प्राणा ध्यानस्य ताखतु ॥ ७० ॥ ભાવાર્થધ્યાનને ઊપરમ થાય તે પણ,નિત્યે અનિત્યાદિ ભાવના ભાવવી. કારણકે, તે ભાવના ધ્યાના પ્રાણરૂપ છે. ૭૦
વિશેષાર્થ–ધ્યાનને ઉપરમ થાય, એટલે જ્યારે ધ્યાન વિ. રામ કરવામાં આવે, ત્યારે પણ અનિત્યતા વગેરે બાર ભાવનાઓ ભાવવી. તે ભાવનાઓ ધ્યાનનાં પ્રાણરૂપ છે, એટલે ધ્યાનનું જીવન છે. જે ભાવનાઓ ભાવવામાં ન આવે તે ધ્યાન કરી શકાતું નથી. ૭૦
ધ્યાનના સંબંધમાં ત્રણ લેશ્યાઓ કહે છે. तोत्रादिनेदनाजः स्युर्खेश्यास्तिस्र श्होत्तरा। लिंगान्यत्रागमश्रद्धा विनयः सर्गुणस्तुतिः ॥७१॥
ભાવાર્થ—અહિં ઉત્તરકાળે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એવી ત્રણ લેશ્યાઓ થાય છે, આગમ ઉપર શ્રદ્ધા, વિનય અને સગુણની સ્તુતિ કરવી, એ તેમનાં લિંગે છે. ૭૧