________________
અધ્યાત્મ સાર
સમુદ્રમાં વિપત્તિરૂપ વિદ્યુતપાત થવાથી ભય થાય છે. જેમ સમુદ્રમાં નઠારે પવન વાવાથી હૃદયને કંપાર થઈ જાય છે, તેમ આ સંસાર સમુદ્રમાં કદાગ્રહરૂપ નઠારે પવન વાવાથી હૃદયને કંપારો થઈ જાય છે. જેમાં સમુદ્ર માર્યો અને કાચબાઓથી આકુળ હેયછે, તેમ સંસાર સમુદ્ર વિવિધ પ્રકારના વ્યાધિઓના સંબંધ રૂપ મસ્યા અને કાચબાએથી આકુળ વ્યાકુળ છે, જેમાં સમુદ્ર વચમાં આવેલા પર્વત-ખડકોને લઈને દુર્ગમ છે, તેમ સંસાર સમુદ્ર મેટા દેષરૂપી પવત-ખડકેને લઈને દુર્ગમ છે. આવા સંસારરૂપ સમુદ્રનું ચિંતવન સંસ્થાન નામના ચોથા ધર્મધ્યાનમાં થાય છે. ૪૧-૪૨-૪૩-૪૪-૪૫ તે સંસારરૂપ સમુદ્રને તરવાને ચારિત્રરૂપ
નાવમાં બેસવું જોઈએ. तस्यसंत चरणोपायं सम्यक्तदृढबंधनम् । बहुशीलांगफनकं झाननिर्यामिकान्वितम् ॥४६॥ संवरास्ताश्रवच्छिद्रंगुप्तिगुप्तंसमंततः । आचारमंझपोद्दीप्तापवादोत्सर्गभूध्यम् ॥७॥ असंख्यैदुर्धरैयोधैर्युःमधृष्यं सदाशयैः। सद्योगरूपस्तंभाग्रन्यस्ताध्यात्मसितांशुकम् ॥१८॥ तपोनुकूलपवनोद्भूतसंवेगवेगतः ।। वैराग्यमार्गपतितं चारित्रं वहनं श्रिताः ॥४९॥ सदनावनाख्यमंजूषान्यस्त मञ्चित्तरत्नतः । यथाविघ्नेन गच्छति निर्वाणनगरे बुधाः ॥०॥