________________
ધ્યાનાધિકાર. વિશેષાર્થ–સંસ્થાન નામના ચોથા ધર્મધ્યાનમાં આ સંસાર રૂપ સમુદ્રનું ચિંતવન કરવાનું છે. અહિં સંસારને સમુદ્રનું રૂપક આપી વર્ણન કરે છે. આ સંસારરૂપી સમુદ્ર જીવનાં કર્મોથી ઉત્પન્ન થયેલે છે, એટલે પૂર્વ કર્મ ભેગવવાને માટે જીવને આ સંસારમાં આવવું પડે છે. સમુદ્રમાં જેમ અગાધ જબ ભર્યું છે, તેમ આ સંસાર રૂપી સમુદ્રમાં જન્મ, જરા અને મરણ રૂપ જળ ભરેલું છે. એટલે જ્યાં સુધી જીવ સંસારમાં આવે છે, ત્યાં સુધી તેને જન્મ, જરા અને મરણ થયા કરે છે. જેમ સમુદ્રમાં આવર્ત (જલની ઘુમરી) થયા કરે છે, તેમ આ સંસારરૂપ સમુદ્રમાં મેહરૂપી મેટા આવત્ત થયા કરે છે. જેમ સમુદ્ર વડવાનળથી ભયંકર છે, તેમ આ સંસારરૂપી સમુદ્ર કામદેવરૂપ વડવાનળથી ભયંકર છે. સમુદ્ર જેમ પવને પૂરેલા, કળશમાંથી ઊછળતા અને ઊદ્ધત એવા કલેલનાં ચક્રને ધારણ કરે છે, તેમ આ સંસા૨ રૂપી સમુદ્ર આશા સ્પી પવને પૂરેલા અને કષાયરૂપી કળશમાંથી ઊછળતા, નઠારા સંકલ્પ રૂપ કલેલનાં ઉદ્ધત ચક્રને ધારણ કરે છે, જેમાં સમુદ્ર વેળ તટના પ્રવાહના પડવાથી ઊલ્લંઘન કરી શકાય નહીં તે છે, તેમ સંસારરૂપી સમુદ્ર હદયના મરથરૂપ વેળાતના પ્રવાહના પડવાથી ઊલ્લંઘન કરી શકાય નહીં તેવે છે. જેમ સમુદ્ર ઉપર વેલાઓની પરંપરા હોય છે, તેમ આ સંસાર રૂપ સમુદ્ર ઊપર પ્રાર્થનારૂપી વેલાઓ છે. જેમાં સમુદ્રને મધ્ય ભાગ દુખે પૂરી શકાય તે છે, તેમ આ સંસારરૂપ સમુદ્રને મ
ધ્ય ભાગ વિષયેથી દુખે પૂરી શકાય તેવે છે. જેમ સમુદ્રમાં દુઈિન હોય છે, તેમ સંસાર સમુદ્રમાં અજ્ઞાનરૂપી દુર્દિન હેય છે. જેમ સમુદ્રમાં વિદ્યુતપાત થવાથી ભય થાય છે, તેમ આ સંસાર