________________
ધ્યાનધિકર.
૪૪૭
ભાવાર્થતે સંસારરૂપ સમુદ્રને તરવાના ઊપાયરૂપ ચારિ. ત્રરૂપી વહાણ છે. જે સમ્યકત્વરૂપ દ્રઢ બંધનવાળું છે, ઘણું શીલનાં અંગરૂપ તેના પાટીઆં છે. તે જ્ઞાનરૂપી ખલાસીથી યુક્ત છે. સંવરથી તેનાં આશ્રવરૂપ છિદ્ર પૂરાએલાં છે. ચારે તરફ તે પાંચ ગુણિએથી રક્ષિત છે. આચારરૂપી મંડપવડે અપવાદ અને ઉત્સર્ગ રૂપ તેની બે ભૂમિકાઓ પ્રદીપ્ત થયેલી છે. દુર્ધર એવા સદાશયરૂપ અસંખ્ય દ્વાએથી તે ઘર્ષણ કરી શકાય તેવું નથી. તેના સારા
ગરૂપ સ્તંભના અગ્રભાગે અધ્યાત્મરૂપી શ્વેત વાવટે મુકવામાં આવ્યો છે, તારૂપે અનુકૂળ પવનમાંથી ઉત્પન્ન થયેલ સવેગરૂપ વેગથી તે વૈરાગ્યરૂપ માગે ચડેલું છે, તેવા ચારિત્રરૂપ વહાણને આશ્રિત થયેલા પ્રાણ પુરૂષે સારી ભાવનારૂપ પેટીમાં શુભ ચિત્ત રૂપ રત્નને મુકી નિર્વિદને મોક્ષરૂપ નગરે પહોંચે છે. ૪૬-૪૭ ૪૮-૪૯૦૫૦
વિશેષાર્થ–ગ્રંથકાર પ્રથમ સંસારને સમુદ્રનું રૂપક આપી, હવે તેને તરવાને માટે ચારિત્રને વહાણુનું રૂપક આપી વર્ણવે છે. ચારિત્રરૂપી વહાણ તે સંસારરૂપ સમુદ્રને તરવાના ઉપાયરૂપ છે. વહાણને જેમ દઢ બંધન હોય છે, તેમ ચારિત્રરૂપી વહાણને સમ્યત્વરૂપી દઢ બંધન છે. વહાણમાં જેમ ઘણું પાટીઆ હેય છે, તેમ ચારિત્રરૂપી વહાણને શીલનાં અઢાર હજાર અંગરૂપ પાટી હેય છે. જેમ વહાણને ચલાવનાર ખલાસી હોય છે, તેમ ચારિત્ર વહાણને જ્ઞાનરૂપ ખલાસી છે. જેમ વહાણનાં છિદ્ર બંધ કરવામાં આવે છે, તેમ ચારિત્રનાવનાં આશ્રવરૂપ છિદ્ર સવરથી બંધ કરવામાં આવે છે. વહાણ જેમ ચારે તરફ ગુપ્તથી રક્ષિત હોય છે, તેમ ચારિત્રનવ ચારે તરફ પંચગુપ્તિઓથી રક્ષિત છે. જેમ વહાણુમાં