________________
૪૨
અધ્યાત્મ સાર,
ધર્મધ્યાનના ત્રીજા વિપાકભેદનું સ્વરૂપ.
ध्यायेत्कर्म विपाकंच तं तं योगानुनावजम् । प्रकृत्यादिचतुनेंदें शुनाशुन विनागतः ॥३०॥
ભાવાર્થ—ગના અનુભવથી થયેલ કર્મોના વિપાકનું ચિત્ર તવન કરવું, તે ધ્યાન પ્રકૃતિ વગેરેથી અને શુભ અશુભ વિભાગથી ચાર પ્રકારનું થાય છે. ૩૮
વિશેષાર્થ–ગના અનુભવથી થયેલ કર્મોના વિપાકનું ચિતવન કરવું, તે વિપાક નામે ત્રીજું ધર્મધ્યાન કહેવાય છે. તે પ્રકૃતિ, સ્થિતિ, રસ તથા પ્રદેશના બંધથી શુભ-અશુભ વિભાગવડે ચાર પ્રકારનું થાય છે. તે વિપાક નામના ધર્મધ્યાનમાં કર્મો– ના વિપાક એટલે પરિણામ કેવાં કેવાં થાય છે? તેનું ચિંતવન કરવાનું છે. ૩૮
ધર્મધ્યાનના ચોથા સંસ્થાનધ્યાનનું સ્વરૂપ, नत्पादस्थितिजंगादिपर्यायैर्लक्षणैः पृथक् । नेदैर्नामादिनिर्लोकसंस्थानं चिंतयेद् भृतम् ॥ ए॥
ભાવાર્થ—ઊત્પત્તિ, સ્થિતિ અને વ્યય વગેરે ભાંગાના પર્યાચોથી-લક્ષણથી અને જુદાં જુદાં નામાદિક ભેદથી ભરેલા એવા આ લેક સંસ્થાનનું ચિંતવન કરવું. ૩૯