________________
૪૧૨
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–મુક્તવાદી અને અવિદ્યાવાદી વગેરે બીજાઓને પણ આ માર્ગ અભિધાન પ્રમુખ ભેદથી તની રીતીએ વ્યવસ્થાથી કહેલ છે. ૬૮
વિશેષાર્થ–મુક્તવાદી, અવિદ્યાવાદી વગેરે જે બીજાએ છે તેમને પણ આ ઉપર કહેલે માર્ગ અભિધાન વગેરે ભેદથી તાવ રીતે વ્યવસ્થિત કરેલો છે, એટલે અભિધાન વગેરે જે તે માર્ગના ભેદે દર્શાવેલા છે, તે ભેદે તત્વ પ્રમાણે ઘટાવી, તે મુકતવાદી - ગેરેને તેમને આત્મસાધનમાં ઊપયેગી ગણેલે છે. ૬૮.
પરમાત્માની જુદી જુદી સંજ્ઞા કેવળ ભેદ રૂપે દર્શાવેલ છે, પરંતુ વસ્તુતાએ તે અભેદ છે.
मुख बुछोऽहथापि य दैश्वर्येण समन्वितः । तदीश्वरः स एव स्यात् संझानेदोऽत्र केवलम् ॥ ६ए॥
ભાવાર્થ–મુક્ત, બુદ્ધ, અહંન તેજ ઐશ્વર્ય વડે યુક્ત હોન વાથી, ઈશ્વર થાય છે. અહિં કેવળ સંજ્ઞાને ભેદ છે. ૬૯
વિશેષાર્થ –જેનામાં ઐશ્વર્ય હોય, તે ઈશ્વર કહેવાય છે. તે ઈશ્વરને કેટલાએક મુક્ત કહે છે, કેટલાક બુદ્ધ કહે , અને કેટલાએક અહેન કહે છે. માત્ર અહિં તેમની જુદી જુદી સંજ્ઞાને લેદ છે. પરંતુ વસ્તુતાએ તે ઈશ્વર એક જ છે, કારણ કે, જેનામાં ઐશ્વર્ય તે ઈશ્વર એ વાત સર્વને સમાન છે. ૬૯