________________
૪૧૩
ચોગાધિકાર ઈશ્વર અનાદિ શુદ્ધ છે, એવી પરદર્શનીઓની
માન્યતા વ્યર્થ છે.
अनादिशुद्ध इत्यादियों जेदो यस्य कटप्यते । तत्तत्तंत्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ॥ ७० ॥
ભાવાર્થ—ઈશ્વર અનાદિ શુદ્ધ છે, એ જે ભેદ જેને માટે કલ્પાય છે, તે ભેદ તે તે તંત્રને અનુસરે છે, એમ હું માનું છું. તે પણ તે ભેદ નિરર્થક છે. ૭૦
' વિશેષાર્થ કેટલાએક એમ માને છે કે, “ઈશ્વર અનાદિ શુદ્ધ છે, એટલે ઈશ્વરને શુદ્ધિ થવાની જરૂર રહેતી નથી, તે તે સ્વતઃ શુદ્ધ છે, આ ભેદ મિથ્યાત્વથી કલ્પાએલ છે. એટલે તે બેદમાં મિથ્યાત્વ રહેલ છે. કારણ કે, જૈન મત પ્રમાણે ઈશ્વર અનાદિ શુદ્ધ થઈ શકે નહીં. જયારે કર્મ અપાવી શુદ્ધિ પ્રાપ્ત કરાય, ત્યારિજ શુદ્ધ થવાય છે. આ મત અન્યદર્શનીઓના તંત્રથી કલ્પાએલો છે, એમ ગ્રંથકાર માને છે. તેથી તે તંત્રથી કલ્પેલે મત નિરર્થક છે. અર્થાત્ માન્ય કરવા ચોગ્ય નથી ૭૦
ભાવથી ફળને અભેદ છે, એ કારણ દર્શાવે છે.
विशेषस्यापरिज्ञानाद् युक्तीनां जातिवादितः । पायो विरोधतश्चैव फलानेदाच जावतः ॥ ७१ ॥