________________
ચેાગાધિકાર.
૩૯૯
ભાવા—જેમનુ મન સમતાને વિષે સ્થિર થયેલુંછે, તેમણે આ લેાકમાં બધી સૃષ્ટિ ને જીતી લીધી છે. વળી બ્રહ્મ-નિર્દેષ અને સમ છે, તેથી તેઓ બ્રહ્મને વિષે સ્થિત રહેલા છે. ૪૪
વિશેષા—સમતા–સમાનભાવ એ એવી વસ્તુ છે કે, જેમાં જો મનને સ્થિર કરવામાં આવે તે, આખી સૃષ્ટિ જીતી શકાય છે. જે લેાકેાએ પેાતાના મનને તે સમતામાં સ્થિર કરેલ છે, તેઓએ આ સૃષ્ટિને જીતી લીધી છે. વળી બ્રહ્મ-જ્ઞાન નિર્દેૌષ અને સમતાથી ભરપૂર છે, તેથી તેઓ બ્રહ્મ-જ્ઞાનને વિષે સ્થિર રહેલા છે. ૪૪
બ્રહ્મવેત્તા બ્રહ્મને વિષેજ સ્થિર થાય છે.
नहृत्प्रियं प्राप्नोद्विजेत्प्राप्य चाप्रियम् । स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः ॥ ४५ ॥
ભાવા—પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામવા નહીં, અને અપ્રિય વસ્તુને પ્રાપ્ત કરી ઉદ્વેગ પામવે નહીં. એવી સ્થિર બુદ્ધિવાળા અને અમૃદ્ધ એવા બ્રહ્મવેત્તા પુરૂષ બ્રહ્મને વિષે સ્થિર રહે છે. ૪૫
વિશેષા—પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હ` પામવે નહીં, એટલે મનગમતી વસ્તુ પ્રાપ્ત થવાથી મનમાં ખુશી થઈ જવુ' નહીં, અને અપ્રિય વસ્તુને પ્રાપ્ત કરી, ઉદ્વેગ પામવા નહીં, એટલે મનને અગમતી વસ્તુ પ્રાપ્ત કરી ઉદ્બેગ રાખવા નહીં. એવા જે બ્રહ્મવેત્તા છે, તે સ્થિર બુદ્ધિવાળા અને મૂઢ હાય છે, તેથી તે સવંદા બ્રહ્મને વિષે સ્થિર થાય છે. ૪૫