________________
૩૯૮
અભ્યામ સાર.
જ્ઞાની, પંડિત, જીવન્મુક્ત અને બ્રહ્મ કોણ કહેવાય છે?
विषमेऽपि समेझीयः स ज्ञानी स च पंमितः । जीवन्मुक्तः स्थिरं ब्रह्म तथा चोक्तं परैरपि ॥ ॥
ભાવાર્થ–જે વિષમને સમરૂપે જુએ તે જ્ઞાની,તે પંડિત, તે જીવન્મુક્ત અને બીજાઓ તેને બ્રહ્મ કહે છે. ૪૨
વિશેષાર્થ-જે પુરૂષ વિષમને સમરૂપે જુએ એટલે સર્વત્ર સમ ભાવ રાખે, તે જ્ઞાની અને પંડિત કહેવાય છે. તેમજ બીજાઓ એટલે અન્ય દર્શનીઓ તેને જીવન્મુક્ત અથવા બ્રહ્મ કહે છે. ૪૨
સમદશીનું સ્વરૂપ શું છે? विद्या विनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि। शुनि चैव श्वपाके च पंमिताः समदर्शिनः ॥४३॥
ભાવાર્થ વિદ્યા અને વિનયથી સંપન્ન એવા બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને ચાંડાલ એ સર્વ ઉપર પંડિતે સમદશી હોય છે. ૪૩
વિશેષાર્થ–પંડિતે વિદ્યા અને વિનયથી યુક્ત એવા બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન કે ચાંડાલ ઊપર સમદશી હોય છે, એટલે તે સર્વ ઉપરે સમ ભાવે વર્તનારા હોય છે. ૪૩
તે સમદશીઓ શામાટે બ્રહ્મને વિષે સ્થિર રહે છે? -. हैव तैर्जितः सर्गों येषां साम्ये स्थितं मनः ।
निदोषं हि समं ब्रह्म तस्माद ब्रह्मणि ते स्थिताः ॥४४||