________________
યોગાધિકાર.
૩૭ કેવા પુરૂષો જોતિષી થઈ પાપને બાળે છે? इतश्चापूर्वविज्ञानाचिदानंदविनोदतः । ज्योतिष्मंतो नवत्येते ज्ञाननिधूतकल्मपाः॥४०॥
ભાવાર્થ–આ તરફ અપૂર્વ વિજ્ઞાનથી અને ચિદાનંદના વિનથી એ પુરૂષ જ્ઞાનવડે પાપનો નાશ કરનારા જયેતિષી થાય છે.૪૦
વિશેષાથે--અપૂર્વ વિજ્ઞાનથી એટલે અપૂર્વ વિજ્ઞાન પ્રાપ્ત કરી, તેમજ ચિદાનંદ ચેતન્યાનંદનો વિનદ સંપાદન કરી, એ જ્ઞાનગી પુરૂષ એવા જયેતિષી થાય છે કે, જેઓ પાપનાં બીજને દહન કરી નાંખે છે. ૪૦
તેજલેશ્યાની વૃદ્ધિ કેવા પ્રાણીને થાય છે? तेजोलेश्याविषिर्या पर्यायकर्मघृद्धितः।। जाषिता नगवत्यादौ सेत्थं जूतस्य जायते ॥४१॥
ભાવાર્થ-તે લેયાની વૃદ્ધિ કે જે પર્યય કર્મની વૃદ્ધિથી થાય છે, એમ ભગવતીસૂત્ર વગેરેમાં કહેલ છે, તે ઊપર કહેલા એવા અજ્ઞાની પ્રાણીને થાય છે. ૪૧
વિશેષાર્થ–પર્યાય કર્મની વૃદ્ધિથી તેલશ્યાની વૃદ્ધિ થાય છે, એમ ભગવતી સૂત્ર વગેરેમાં કહેલ છે. તે તેજલેશ્યાની વૃદ્ધિ ઊપર કહેલા જ્ઞાનયોગ રહિત અજ્ઞાની પ્રાણને થાય છે. ૪૧