________________
૩૪.
અધ્યાત્મ સાર,
- ભાવાર્થ_એમ અશુદ્ધને અનાદર કરે, અને શુદ્ધ પેગને અભ્યાસ ન કરે, ત્યારે દર્શન જે સમક્તિ તે પણ શુદ્ધ ન થાય. કારણકે, એક નિસર્ગ-સ્વાભાવિક સમક્તિ ટાળીને શુદ્ધ કરવું, તે પણ અભ્યાસથીજ થઈ શકે છે. ૨૦
વિશેષાર્થ –દર્શન એટલે સમક્તિની શુદ્ધિ બે રીતે થતી નથી. એક અશુદ્ધને અનાદર કરે, અને બીજું શુદ્ધ વેગને અભ્યાસ ન કરે. આમ કરવાથી દર્શન સમકિતની શુદ્ધિ થતી નથી. તેમ થવાનું કારણ દર્શાવે છે. નિસર્ગ–સ્વાભાવિક એવા સમક્તિને ટાળીને શુદ્ધ કરવું, તે પણ અભ્યાસથી જ થઈ શકે છે. ૨૦
કેવી શુદ્ધતા હણાતી નથી? शुफमागानुरागेणा शगनां या तु शुभता । गुणात्परतंत्राणां सा न कापि विहन्यते ॥ २१ ॥
ભાવાર્થ–શુદ્ધ માર્ગના અનુરાગ વડે ઉત્તમ એવા અને ગુણવાન પ્રાણને આધીન રહેનારા પુરૂષોના આત્માની જે શુદ્ધતા છે, તે ક્યારે પણ હણાતી નથી. ૨૧
વિશેષાર્થ–ગ્રંથકાર આ લેથી આત્માની કેવી વિશુધ્ધતા હણાતી નથી, તે દર્શાવે છે. જે પુરૂના, શુધ્ધ માર્ગ ઉપર અનુરાગ છે, તેવા પુરૂષે તે અનુરાગને લઈને ઉત્તમ હોય છે. તેઓ શઠલુચ્ચા હોતા નથી. વળી જે પુરૂષ ગુણવંત પ્રાણને આધીન રહેનારા છે, એટલે ગુણ ઉપર પ્રીતિ ધરનારા છે, તેવા પુરૂષના આભાની જે શુધ્ધતા છે, તે કદિ પણ હણાતી નથી. કહેવાને આશય