________________
અધ્યાત્મ થવારૂપ. મિથ્યાદૃષ્ટિ છતાં જે તે ભવ્ય હોય તે, તેને ચારિત્ર ન આપવાથી નુકસાન થાય છે. नो चेभावापरिज्ञाना सिद्धयसिकी पराहते।
दीक्षादानेन भव्यानां मार्गोच्छेदः प्रसज्यते ॥ १९॥ - ભાવાર્થ-દિ કઈ એમ કહેશે કે, ભાવ જાણ્યા શિવાય ચરિત્ર આપવાથી સિદ્ધિ અને પ્રસિદ્ધિ હણાઈ જાય છે, તે પછી ભવ્ય જીવોને પણ દીક્ષા ન આપવો, પણ તેમ કરવાથી સમ્યગુ. માર્ગને ઊરછેદ થઈ જાય છે. ૧૯
વિશેષાર્થ—અહીં કોઈ એવી શ કરે છેબીજાને ભાવ જાણ્યા વિના ચારિત્ર આપવું ન જોઈએ. જે ભાવ જાણ્યા વિના ચારિત્ર આપવામાં આવે તે, સિદ્ધિ અને સિદ્ધિ સર્વે હણાઈ જાય છે. તે ચારિત્રની સિદ્ધિ થશે કે અસિદ્ધિ થશે, એ વાતને નિશ્ચય થઈ શક્તા નથી.
જે આ વાત માન્ય કરવામાં આવે તે ભવ્ય જીવને પણ દીક્ષા ન આપવી એમ ઠરે. કારણ કે, તેના અંતરંગની ખબર નથી. એ રીતે દીક્ષા ન આપવાથી સમ્ય માર્ગને ઊછેદ થઈ જાય છે, તેથી એ વાત એકાંતે લેવી ન જોઈએ. ૧૯
તે વિષે બીજે વિચાર દર્શાવે છે. अशुफानादरेज्यासाद्योगानो दर्शनाद्यपि। सिफिनैंसर्गिकी मुक्ता तदप्यभ्यासिकं यतः ॥२०॥