________________
અધ્યાત્મ સ્વરૂપ.
એ છે કે, જેઓ શુધ્ધ માર્ગ ઉપર પ્રીતિ રાખનારા અને ગુણ જન ઉપર પ્રેમ ધરનારા છે, તેઓની શુદ્ધિ કદિ પણ નાશ પામતી નથી. તેથી સર્વ ભવી આત્માઓએ શુધ્ધ માર્ગ ઉપર પ્રીતિ અને ગુણજન ઉપર પ્રેમ ધારણ કરવું જોઈએ. તે સિવાય કદિ પણ ઉત્તમ પ્રકારની શુદ્ધિ પ્રાપ્ત થશે નહીં. ૨૧
શુદ્ધિના ત્રણ પ્રકારविषयात्मानुबंधैर्हि त्रिधाशुषं यथोत्तरम् । ब्रुवते कर्म तत्रायं मुकत्यर्थे पतनाद्यपि ॥२५॥
ભાવાર્થ_વિષય, આત્મા અને અનુબંધ એ ત્રણ પ્રકારે શુધ્ધિ કહેવાય છે. તે શુધ્ધિ એક એકથી વિશેષ ઉત્તમ છે. તે ત્રણે કર્મમાં જે દુઃખથી પિતાના આત્માને મુકાવાને ઝુંપાપાત વગેરે કરે તે પહેલું વિષય શુદ્ધિ કર્મ કહેવાય છે૨૨
વિશેષાર્થ–પૃથકાર આ શ્લોકથી ત્રણ પ્રકારની શુદ્ધિ - ર્શાવે છે. વિષયે કરીને જે શુદ્ધિ થાય તે પહેલી વિષયશુદ્ધિ કહેવિાય છે. આત્માએ કરીને જે શુદ્ધિ તે બીજી આત્મ શુદ્ધિ, અને અનુબંધ વડે કરીને જે શુદ્ધિ તે ત્રીજી અનુબંધ શુદ્ધિ કહેવાય છે. તે શુદ્ધિ ઉત્તરોત્તર એક એકથી ઉત્તમ છે નિર્મલ છે એટલે વિષય શુદ્ધિથી આત્મ શુદ્ધિ નિર્મલ છે, અને આત્મ શુદ્ધિથી અનુબંધ શુધ્ધિ નિર્મલ છે. આ ત્રણે શુધ્ધિઓમાં આત્મશુદ્ધિ અને અનુઅંધ શુધ્ધિને બાદ કરી ત્રીજી વિષય શુધ્ધિ માટે ગ્રંથકાર લખે છે કે, જે પિતાના આત્માને મુકાવાને ઝપાપાત વગેરેથી આત્મઘાત