________________
૨૬૪
અધ્યાત્મ સાર.
તે રાજય દ્વારમાં ઇનસાફ માગવાને ગયા. રાજય દ્વારમાં ભૂતને ઘરમાંથી કાઢી મુકવાનેા ઠરાવ થયા, પણ તે પિશાચે કબુલ કર્યું નહીં. “હુ” શેઠના પુત્ર છુ” એમ કહી તે ઘરમાં રહ્યા. છેવટે વહુને શરમ લાગવાથી શેઠે તે પિશાચને વૈરીની સાથે યુદ્ધ કરવાને કામે લગા ડો. અને વહુને ઘર ધધામાં કામે લગાડી, એવી રીતે તે શેઠે અનાચાર દૂર કર્યાં, આ દ્રષ્ટાંત ઊપરથી એમ સમજવાનું છે કે, જેમ તે શેઠે યુકિતથી વહુને રાખી, તેમ મુનિએ સયમના ચેગથી પેાતાના આત્માને રાખવા. ૧૮
ક્રિયા કાને ગુણકારી થાય છે!
या निश्वयैकलीनानां क्रिया नाति प्रयोजनाः । व्यवहारदशास्थानां ता एवातिगुणावहाः ॥ १७ ॥
ભાવા—નિશ્ચય નયમાંજ એક લીન થયેલા પુરૂષોને જે ક્રિયાઓ અતિ પ્રત્યે જન વાળી નથી તેજ ક્રિયાઓ વ્યવહુાર દશામાં રહેલા પુરૂષોને અતિ ગુણકારી થાય છે. ૧૯
વિશેષા—જેમનું હૃદય નિશ્ચય નયમાં લીન છે, એટલે જે વ્યવહાર નય તરફ ઉપેક્ષા રાખે છે. તેવા પુરૂષાને ક્રિયાઓ પ્રયેાજન વાળી નથી, એટલે ઊપયેગી નથી, જે ક્રિયાઓ તેમને ઉપયાગી નથી તેજ ક્રિયાઓ વ્યવહાર દશામાં રહેલા પુરૂષોને અતિ ગુણકારી છે. કહેવાના આશય એવા છે કે, જયાં સુધી વ્યવહાર નયની અપેક્ષાછે, ત્યાં સુધી ક્રિયા કરવાની છે, અને જયારે નિશ્ચય દશામાં અવાય છે, ત્યારે ક્રિયા કરવાની આવશ્યકતા નથી. ૧૯