________________
ચાગાધિકાર.
જ્ઞાનયાગનું ઉલ્લંધન ન કરવાથી, કરેલું શુદ્ધ ક્રમ મુક્તિનુ કારણ અનેછે.
૩૮૫
कर्मणोऽपि विशुद्धस्य श्रद्धामेधा दियोगतः । तं मुक्तिहेतुत्वं ज्ञानयोगानतिक्रमात् ॥ २० ॥
ભાલા—શ્રદ્ધા અને બુદ્ધિ વગેરેના યાગથી કરેલું શુદ્ધ કર્મ જ્ઞાનયોગનું ઉલ્લંઘન ન કરવાથી મુક્તિનું અક્ષત કારણુ થાયછે. ૨૦
વિશેષા—શ્રદ્ધા અને બુદ્ધિ વગેરેના ચેગથી જે શુદ્ધ કમ કરવામાં આવે, અને જ્ઞાનયોગનુ ઉલ્લંઘન કરવામાં ન આવે તા, તે શુદ્ધ કર્મ મુક્તિનુ અક્ષત કારણુ થાયછે. એટલે પૂણુ શ્રદ્ધા અને સરી બુદ્ધિ રાખી જ્ઞાનયેાગ સાથે શુદ્ધ કર્મ કરવામાં આવે તા, અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાયછે. ૨૦
જ્ઞાન પરિપકવ કરવાને ઉપશમ છે, એમ અન્ય દનીએ પણ કહેછે.
अभ्यासे सत्क्रियापेक्ता योगिनां चित्तशुद्धये । ज्ञानपाके शमस्यैव यत्परैरप्यदः स्मृतम् ॥ २१ ॥
ભાવા —યોગીઓને સત્ ક્રિયાની અપેક્ષા એ અભ્યાસ હાયછે, અને તેમને ચિત્તની શુદ્ધિને માટે જ્ઞાન પરિપકવ કરવાને ઊપશમ છે, એમ અન્ય દનીએ પણ કહેછે. ૨૧
૨૫