________________
ગાધિકાર.
૩૭૯ રતા થાય છે, ત્યારે પછી ક્ષિાનો વિકલ્પ કેમ સંભવે ? અથત
જ્યાં ધ્યાન વડે મનની સ્થિરતા થઈ, ત્યાં ક્રિયા કરવાની આવશ્યતા રહેતી નથી. ૧૦ અહિં કોઈ શંકા કરે કે, જ્યારે માનીને કિયા નથી, તે પછી તેને ગોચરી વગેરેની ફિયા શામાટે કરવી જોઈએ? તેના ઉ
તરમાં કહે છે. देह निर्वाह मात्रार्था यापि निदाटनादिका । क्रिया सा शानिनोऽसंगानैव ध्यानविघातिन ॥११॥
ભાવાર્થ–જે ભિક્ષાટન કરવા વગેરેની ક્રિયા દેહનો, માત્ર દેહને, નિર્વાહ કરવાને માટે છે, તે ક્રિયા અસંગને લઈને જ્ઞાની પુરૂષના ધ્યાનને નાશ કરનારી થતી નથી. ૧૧
વિશેષાર્થ-જ્ઞાની પુરૂષ પણ ભિક્ષાટન વગેરેની ક્રિયા કરે છે, તે માત્ર દેહને નિર્વાહ કરવા માટે છે. તે ક્રિયા જ્ઞાની પુરૂષના ધ્યાનનો નાશ કરનારી થતી નથી. કારણકે, જ્ઞાની પુરૂષને તેમાં કઈ જાતને સંગ હેતે નથી, એટલે તેમાં કોઈ જાતની આસપ્તિ હેતી નથી. ૧૧ તેમની આચાર ક્રિયા પણ ભિન્ન ભિન્ન
ભેજવાળી હોય છે. रत्नशिक्षा दृगन्याहि तन्नियोजनदृग् यथा । फलनेदात्तथा चार क्रियाप्यस्य विनिद्यते ॥१॥