________________
૩૮૦
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-રત્ન-માણિક્યની પરીક્ષાની દ્રષ્ટિ અને નજરની પરીક્ષાની દષ્ટિ જેમ જુદી છે, તેમ ફળના ભેદથી તે ધ્યાનીની આ ચાર ક્રિયા પણ ભેદ વાળી થાય છે. ૧૨
વિશેષા–રત્ન-માણિક્યની પરીક્ષા કરવાની અને નજર ની પરીક્ષાની દૃષ્ટિ ફળના ભેદથી જુદી જુદી લાગે છે, તેવી જ રીતે ધ્યાની પુરૂષની અચાર કિયા પણ ફળના ભેદથી જુદા જુદા ભેદ વાળી છે. ૧૨
કેવી ક્રિયા આત્મજ્ઞાનને માટે કલ્પે છે? ध्यानार्था हि क्रिया सेयं प्रत्याह्यत्य निजं मनः । प्रारब्धा जन्मसंकटपादात्म ज्ञानाय कल्पते ॥१३॥
ભાવાર્થધ્યાન કરવાના પ્રયજન વાળી તે આ ક્રિયા પિતાના મનને પાછું વાળી-વશ કરી જન્મના સંકલ્પથી આરંભેલી હેય તે, તે આત્મ જ્ઞાનને માટે કલ્પાય છે. ૧૩
વિશેષાર્થ– ધ્યાન કરવાના પ્રજનવાળી ક્રિયા એટલે ધ્યાન કરવાની ક્રિયા કે જેમાં મનને વશ કરાય છે, તે ક્રિયાથી મનને વશ કરવામાં આવે, અને જન્મના સંકલ્પથી તેને આરંભ કરવામાં આવે, તે તે ધ્યાનની ક્રિયા આત્મ જ્ઞાનને માટે થાય છે, એટલે તેવી ક્રિયાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૩
કેવો પુરૂષ આત્મજ્ઞાની કહેવાય છે! स्थिरभूतमपि स्वांतं रजसा चलतां व्रजेत् । प्रत्याहरत्य निगृह्णाति ज्ञानी यदिदमुच्यते ॥ १४ ॥