________________
૩૬૮
અધ્યાત્મ સાર.
તેજ વાત બીજીરીતે દર્શાવે છે.
कष्टेन लब्धं विशदागमार्थ ददाति योऽसद्ग्रह दूषिताय । स खिद्यते यत्न शतोपनीतं बीजं वपन्नूषर भूमिदेशे ॥
१६ ॥
ભાવા—જે પુરૂષ કoવર્ડ પ્રાપ્ત કરેલા આગમના ઊજ્વળસ્પષ્ટ અને, ૠાગ્રુથી દૂષિત થયેલા માણસને આપે છે, તે સે કડા યત્નવર્ડ પ્રાપ્ત કરેલાં બીજને ક્ષારવાળી જમીનમાં વાવીને ખેઢ પામે છે. ૧૬
વિશેષા આગમના ઊજવળ અને મેળવી, જે પુરૂષ દાગ્રહી માણસને તે આપે છે, તે સેકડો પ્રયત્ન કરી પ્રાપ્ત કરેલાં બીજને ખારવાળી જમીનમાં વાવે છે. ખારવાળી જમીનમાં વાવેલું ખીજ નિષ્ફળ થાય છે, તેમ કષ્ટથી મેળવેલા આગમના અર્થ ઠ્ઠાગ્રહી પુરૂષને સમજાવવાથી નિષ્ફળ થાયછે; તેથી દુરાગ્રહી પુરૂષને શાસ્ત્રના ઉપદેશ ન આપવા જોઇએ. ૧૬
કદાગ્રહી પુરૂષ ગુરૂપાસે શાસ્ત્રા સાંભળે, તા પણ તે ગુરૂનીઆજ્ઞા માનતા નથી.
शृणोति शास्त्राणि गुरोस्तदाज्ञां करोति नासद्ग्रहवान् कदाचित् । विवेचकत्वं मनुते च सार ग्राही भुवि स्वस्य च चालनी वत् ॥ १७॥