________________
કદાગ્રહ ત્યાગાધિકાર
૩૬૫
ભાવાર્થ...જે પુરૂષ યુક્તિને વિષે પિતાની બુદ્ધિને જોડતે નથી, અને કદાગ્રહથી પિતાની યુક્તિને બળાત્કારે જે છે, તે પુરૂપને નમસ્કાર છે. નદીના જળ પાસે કદાગ્રહથી ઘડામાં જળ રાખનાર પુરૂષ કોને હાસ્ય કરવા ચોગ્ય નથી થતું? ૧૨
વિશેષાર્થ–જે પુરૂષ ગુરૂના મુખથી શાસ્ત્રની યુકિત સાંભળી તેમાં પિતાની બુદ્ધિ જોડે નહીં અને કદાગ્રહથી બળાત્કારે પિતાની વિપરીત યુક્તિ જેડે, તેવા પુરૂષને નમસ્કાર કરે એગ્ય છે. અર્થાત્ તે પુરૂષને નિરખ ન જોઈએ. તેની તે ઉપેક્ષા કરવી જોઈએ. જેમ કોઈ પુરૂષ નદીના જળ પાસે પાણીને ઘડે ભરીને બેસે તે પુરૂષ જે હાસ્ય કરવા ગ્ય છે, તે જ તે પુરૂષ હાસ્ય કરવા ચગ્ય છે ૧૨
જેનામાં કદાગ્રહ નાશ પામે ન હોય, તેવા પુરૂ
ષને શાસ્ત્રનું જ્ઞાન આપવું ચોગ્ય નથી.
असद्ग्रहो यस्य गतो न नाशं न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकस्य कलंकितस्य प्रौढा प्रदातुं घटते नृपश्रीः॥१३॥
ભાવાર્થ જેને કદાગ્રહ નાશ પામ્યું ન હોય, તેવા પુરૂષને - શાસ્ત્રજ્ઞાન આપવું પ્રશંસનીય નથી. ગાંડાપણાથી કલંકિત થયેલા પુરૂષને ધ્રઢ એવી રાજલક્ષમી આપવી ઘટે નહીં. ૧૩
વિશેષાર્થ–જે પુરૂષને કદાગ્રહ નાશ પામ્યું નથી, તેવા પુરૂષને શાસ્ત્રજ્ઞાન આપવું શ્રેષ્ટ નથી. એટલે કદાગ્રહ વાળા પુરૂષને