________________
અધ્યાત્મ સાર.
કદાગ્રહથી, પામર પુરૂષાના સરંગ કરનારા પુરૂષોની મોતિ, વિદ્વાને ઊપર થતી નથો.
૩૬૪
असद्ग्रहात्पामर संगतिं ये कुर्बति तेषां न रति र्बुधेषु । विष्टासु पुष्टाः किल वायसा नो मिष्टान्न निष्टा प्रसन्नं नवंति ॥११॥
ભાવા—જે પુરૂષો કદાગ્રહથી પામર પુરૂષોના સગ કરે છે, તેને વિદ્વાન્ પુરૂષાની ઊપર પ્રીતિ થતી નથી. વિષ્ટાથી પુષ્ટ થયેલા કાગડાએ બળાત્કારે પશુ મિષ્ટાન્નમાં આસક્ત થતા નથી. ૧૧ વિશેષા—જયારે પુરૂષોને કદાગ્રહ પ્રાપ્ત થાય છે, ત્યારે તેને પામર પુરૂષોના સંગ થાય છે, અને જે પુરૂષોને પામર પુરૂષોના સંગ થયા તેને પછી વિદ્વાન પુરૂષોની ઉપર પ્રીતિ થતી નથી. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. વિન્નાનુ ભક્ષણ કરી પુષ્ટ થયેલા કાગડાઓ બળાત્કારે પણ મિષ્ટાન્ન ઉપર આસક્ત થતાં નથી. તેથી પામર પુરૂષાના સંગને કરાવનારા અને વિદ્વાના તરફ અ પ્રીતિ કરાવનારા કદાગ્રહના સવથા ત્યાગ કરવા જોઈએ. ૧૧
કદાગ્રહથી, પુરૂષ યુકિતના ત્યાગ કરી વિપરીત બુદ્ધિ કરે છે.
नियोजयत्येव मतिं न युक्तौ युक्तिं नमोयः प्रसनं नियुंक्ते । सग्रहादेव न कस्य हास्यो जले घटारोपणमादधानः || १२ |