________________
૩૪૬
અદ્યાત્મ સાર
ભાવાર્થ–કર્મનાં પરમાણુઓને મૂળથી સંબંધ નથી. અને કર્મનાં પરમાણું મુકાયું તેને મુકાવાપણું નથી, અને મિથ્યાત્વ, અવિરત, કષાય વગેરે બંધ હેતુના યેગનું ફરીવાર થવાપણું નથી, તે સિદ્ધિ કહેવાય છે. ૭૫
વિશેષાર્થ-કર્મનાં પરમાણુઓને આત્માને મૂળથી સંબંધ નથી, એટલે આત્મ સ્વરૂપ સ્વભાવે શુદ્ધ છે. જે આત્મા કર્મનાં પરમાણુઓથી મુકાયે, તેને ફરીવાર મુકાવાપણું છે નહીં. તેમ મિથ્યાત્વ, અવિરત, કષાય અને ગ–એ ચાર કર્મના બંધના હેત છે. તેને ફરીવાર થવાપણું નથી, એટલે મુક્ત થયેલા આત્માને એ ચાર વેગને પુનઃ સંબંધ નથી, એનું નામ સિદ્ધિ કહેવાય છે ફરીવાર ભવ-સંસાર થતે નશે, માટે તે સિદ્ધિને અપુનર્ભવ કહે છે. ૭૫
મેક્ષ કેવી રીતે સિદ્ધ થાય છે? सुखसत्तारतम्येन प्रकर्षस्यापि संनवात् । अनंत सुखसंवित्तिर्मोदः सिध्यति निन्जयः ।। ७६॥
ભાવાર્થ–સુખના તારતમ્યથી અને જ્ઞાનની ઉત્કૃષ્ટતાથી પ્રગટ થયેલ અનંત સુખને અનુભવ, એથી નિર્ભય એ મેક્ષ, સિદ્ધ થાય છે. ૭૬
વિશેષાર્થ–સુખના તારતમ્યથી એટલે સુખના ન્યૂનાધિકપણના તફાવતથી અને જ્ઞાનને ઊત્કર્ષ પ્રગટ થવાથી અનંત સુઅને અનુભવ તે નિર્ભય મેક્ષ કહેવાય છે. કહેવાને આશય એ