________________
મિથ્યાત્વત્યાગાધિકાર.
૩૪૭
છે કે, જેમાં ઉત્કૃષ્ટ સુખ, ઉત્કૃષ્ટ જ્ઞાન અને અનંત સુખને અનુભવ રહેલે છે, તે નિર્ભય મોક્ષ કહેવાય છે. કારણ કે, એવા મેક્ષમાં કોઈ જાતને ભય રહેલ નથી. ૭૬
તે વિષે નાસ્તિકનાં વચન માનવા યોગ્ય નથી.
वचनं नास्तिकाभाना मात्मसत्ता निषेधकम् । ब्रांतानां तेन नादेयं परमार्थ गवैषिणा ॥७॥
ભાવાર્થ–આત્માની સત્તાને નિષેધ કરનારૂં બ્રાંતિવાળા નાસ્તિકનું વચન પરમાર્થને શોધનારા પુરૂષે ગ્રહણ કરવું ન જોઈએ. ૭૭
વિશેષાર્થ–બ્રાંતિવાળા નાસ્તિકનું વચન પરમાર્થને શેનારા પુરૂષે ગ્રહણ કરવું ન જોઈએ. કારણ કે, તે વચન આત્મસત્તાને નિષેધ કરનારું છે એટલે “આત્મા છે જ નહીં, એમ માનનારું છે. આ તેમનું વચન પરમાર્થ રીતે બેઠું છે. કારણ કે, તેઓના આત્માને શ્રાંતિ છે, તેથી એવા બ્રાંત પુરૂષનાં વચન ઉપર વિશ્વાસ રાખ ન જોઈએ. તેમાં ખાસ કરીને આત્મા છે,” એવા પરમાર્થને શોધનારા પુરૂષે તે, એ નાસ્તિકના વચનને સર્વથા ત્યાગ કરે જઈએ. ૭૭
બીજા કેટલાએક નાસ્તિકે શું કહે છે? न मोदोपाय इत्याहुरपरे नास्तिकोपमाः। कार्यमस्ति न हेतुश्चे येषां तेषां कदर्थना ॥ ७ ॥