________________
૩૨૮ . અધ્યાત્મ સાર.'
વિશેષાર્થ –આત્મા બુદ્ધિની સિદ્ધિને અર્થે ચિકૂિપ છે. ચિતન્ય રૂપ છે. એટલે બુદ્ધિની સિદ્ધિ કરવાને માટે આત્માને ચેતન રૂપ માને છે. જો આત્માને ચિપ ન માનીએ તે, બુદ્ધિની સિદ્ધિ સિદ્ધ થતી નથી. અને તે બુદ્ધિની સિદ્ધિ નિશ્ચય સહિત અવિચ્છેદ પણે અવિષયી છે, એટલે બુદ્ધિની સિદ્ધિ કઈ પણ વિષયમાં આવી શકતી નથી. ૪૭
હેતુપણુથી આત્મા અને પ્રકૃતિને માટે શું
ઘટતું નથી?
हेतुत्वेषु प्रकृत्यर्थेजियाणांमत्र निर्वृतिः । दृष्टादृष्टविभागाश्च व्यासंगश्च न युज्यते ॥ ४॥
ભાવાર્થહેતુપણને લઈને આત્માને પ્રકૃતિના અર્થને વિ૧ ઇદ્રિને સુખ, અને જોયેલા અને નહીં જોયેલા તેના વિભાગ તથા તેમાં આસક્તિ એ ઘટતાં નથી. ૪૮
વિશેષાર્થ હેતુપણાને લઈને એટલે કારણને લઈને આત્માને પ્રકૃતિના અર્થને વિષે ઈદ્રિયને સુખ ઘટતું નથી, એટલે પ્રકૃતિ માનવાથી ઇદ્રિનાં સુખ આત્માના સંબંધમાં ઘટતાં નથી, અને જોયેલા અને નહી જોયેલા એવા વિભાગ અને તેમાં આસક્તિ તે પણ ઘટતી નથી, તે ઉપરથી કપિલ દર્શન આદરવા
ગ્ય નથી, એમ સિદ્ધ થાય છે. ૪૮