________________
૩૧૧
મિથ્યાત્વ ત્યાગાધિકાર. " વિશેષા–અહિં કદિ વાદી શંકા કરે કે, કેઈવાર આત્માને કાર્યનું વિમરણ કેમ થાય છે? તેના ઉત્તરમાં થકાર કહે છે કે, આત્મા કેઈ કારણથી અથવા વાસનાના સંજમથી કાર્યનું વિસમરણ કરી દે છે, તેથી કાંઈ આત્માને સ્મરણ નથી એ દેષ આવતું નથી. તે વાત દષ્ટાંત આપી સિદ્ધ કરે છે. જેમ માતા પિતાનાં બાળકને પિતાના અનુભવના સંકમથી બોલવા તથા ચાલવાનું શીખવે છે. પણ કદિ બાળકને તેની સ્મૃતિ ન હોય, તેથીશું. થયું ? તે પ્રમાણે અહિં પણ સમજવું. ૨૭
नोपादानाउपादेयवासना स्थैर्यदर्शने । करादेरतयात्वेन योग्यत्वाप्सेरणुस्थितौ ॥१॥
ભાવાર્થ_ઊપાદાનના યોગે કરી સ્થિરતાના દર્શનને વિષે ઊપાદાનની વાસના હેતી નથી. જેમ હાથ વગેરે ઉપાદેય છે, અને હાથ વગેરેનાં પરમાણુ તેનું ઊપાદાન છે, માટે પરમાણુરૂપ સૂક્ષમ સ્થિતિમાં સ્થિર દર્શન સંભવતું નથી. ૨૧
વિશેષાર્થ_ઊપાદાન એટલે મૂળ કારણ, તેના વેગથી સ્થિરતાના દર્શનને વિષે ઉપાદાનની વાસના હેતી નથી, એટલે જે સ્થિર ધર્મ છે, તેમાં તેના ઊપાદાની વાસ્ત્રના હોતી નથી, તે વાત દૃષ્ટાંત પૂર્વક સમજાવે છે. હાથ વગેરે શરીરના અવયવ છે, તે ઊપાદેય છે, એટલે ઊપાદાન કરવાને ચગ્ય છે. તે હાથ વગેરેના ઊપાદાન-મૂળ કારણ તેના પરમાણુ છે. તેથી હાથની સૂમ સ્થિતિ જે પરમાણું રૂપ છેતેમાં સ્થિરતાનું દર્શન સંભવતું નથી. ૨૧