________________
- ૩૦૮
અધ્યાત્મ સાર.
ભાવાર્થ- આ ચાવાનું દર્શન મિથ્યા છે. કારણકે, તેમાં જીવને પ્રત્યક્ષ માનવા પણું છે, વળી જીવન સંપાયાદિ ગુને અભેદથી પ્રત્યક્ષ છે. ૧૬
વિશેષાર્થ–ઉપર પ્રમાણે જે ચાર્વાક દર્શન કર્યું, તે મિથ્યા છે. કારણકે, જીવ પ્રત્યક્ષ થઈ શક્તા નથી, અને જીવને જે સંશયાદિ પ્રત્યક્ષ ગુણ છે, તેમાંજ જીવનું પ્રત્યક્ષપણું છે, અને જીવ તેમનાથી અભેદ પણે પ્રત્યક્ષ છે. કહેવાને આશય એ છે કે, ચાર્વાકના મત પ્રમાણે આત્મા-જીવ પ્રત્યક્ષ થઈ શક્તા નથી, પણ સંશય વગેરે તેના ગુણે તે અભેદ પણે પ્રત્યક્ષ થાય છે. તે ઉપરથી જીવની પ્રત્યક્ષતા સિદ્ધ થાય છે. ૧૬
બીજી રીતે ચાર્વાક મતનું ખંડન કરે છે. न चाहं प्रत्ययादीनां शरीरस्यैव धर्मता । नेत्रादिप्रापतापचेनियतं गौरवादिवत् ॥१७॥
ભાવાર્થ–જેમ કેઈ આદર આપે, તે નેત્રાદિકથી ગ્રાહથવાથી આત્માને આદર મળે છે તેવી રીતે “હું” એવી જે પ્રતીતિ વગેરે થાય છે, તે આત્માને ધર્મ છે, શરીરને ધર્મ નથી. ૧૭
વિશેષાર્થ_“” અને “મારૂ એ અહકારની પ્રતીતિ શરીરને થતી નથી, પણ આત્માને થાય છે. એટલે તે આત્મા ધર્મ છે, શરીરને ધર્મ નથી, તે વાત દષ્ટાંત આપી સિદ્ધ કરે છે. જ્યારે કેઈ આપણને આદર આપે છે, ત્યારે આપણને જે આનંદ