________________
૨૦૨
અધ્યાત્મ સાર,
ભાવાર્થ—અહિં નિશ્ચય નયને અર્થ પ્રગટ પણે કહેવાને કોઈ સમર્થ નથી. અને દેખીતે ગુણ પ્રગટે તે દ્વારા નિશ્ચય અને ઈની પ્રાપ્તિને ક્ષય રૂપ વ્યવહાર કહેવાય છે. ૭ ' વિશેષાર્થ–નિશ્ચય નયને અર્થ પ્રગટ રીતે-ખુલ્લી રીતે કહેવાને કેઈ પણ સમર્થ થઈ શકતું નથી. જ્યાં દેખીતે ગુણ પ્રગટે છે, તે દ્વારા નિશ્ચય અર્થની પ્રાપ્તિ થાય, પણ તેને ક્ષય રૂપ વ્યવહાર કહેવાય છે. ૭
કેવળ વ્યવહારનું પ્રધાનપણું માનવાથી શું થાય છે?
प्राधान्य व्यवहारे चेत्तत्तेषां निश्चये कथम् । परार्थस्वार्थते तुल्ये शब्दझानात्मनोईयोः ॥८॥
ભાવાર્થ–જેને કેવલ વ્યવહારને વિષે પ્રધાનપણું છે, તે તેને નિશ્ચયનયમાં કેમ હોય? વળી શબ્દનય અને જ્ઞાનનય રૂપ પ્રાણીઓને સ્વઅર્થ અને પરઅર્થ બને તુલ્ય હોય છે. ૮
વિશેષાર્થ–જેઓને કેવલ વ્યવહારનયમાંજ પ્રધાનતા છે, એટલે જેઓ ફકત વ્યવહાર નયનેજ પ્રધાન માને છે, તેમને નિશ્ચિય નવમાં પ્રવૃત્ત થવું કેમ હોય? અર્થાત તેમને નિશ્ચય નય હતાજ નથી. અને જેએ શબ્દનય અને જ્ઞાનનયને પ્રધાન ગણ નારા છે, તેમને સ્વાર્થ અને પરાર્થ અને તુલ્ય હોય છે એટલે તેઓ સ્વાર્થ તથા પરાર્થ અને સરખી રીતે સાધે છે. ૮