________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
તેમાં મિથ્યાત્વનાં છ પદ્મ ધટે છે. તે વાત જણાવે છે.
प्राधान्याद् व्यवहारस्य तत्त्वमुच्छेद कारिणाम् । मध्यात्वरूपतैतेषां पदानां परिकीर्त्तिता ||९||
૩૦૩
ભાવા—જેએ વ્યવહારનયની પ્રધાનતાથી તત્ત્વના ઉસ્કેદ કરનારા છે, તેમને એ મિથ્યાત્વનાં છ પદ્મમાં મિથ્યાત્વભાવ થયા, એમ સમજવુ. હું
વિશેષા—જેઓ વ્યવહારનયને પ્રધાન માને છે, તે તત્ત્વના ઉચ્છેદ કરે છે. કારણકે, જ્યાં નિશ્ચયનય નથી, ત્યાં તત્ત્વ જ્ઞાન હેાતું નથી. તેવાઓને પ્રથમ કહેલાં મિથ્યાત્વનાં છ પદાને લઈને મિથ્યાત્વભાવ પ્રાપ્ત થાય છે. ૯
પ્રથમ પદ્યમાં ચાર્વાક મતનુ સ્વરૂપ કહે છે.
नास्त्येवात्मेति चार्वाकः प्रत्यक्षानुपलंजतः । अहंताव्यपदेशस्य शरीरेणोपपतितः ॥ १० ॥
ભાવા --- ચાર્વાક માને છે કે, આત્મા છેજ નહીં, કારણકે તે પ્રત્યક્ષ જણાતા નથી. અને જે ‘હું ’ એવા અહંકાર છે, તે તે શરીરથી જણાય છે, ૧૦