________________
૨૮૪
અધ્યાત્મ સાર.
તે વિષે સ્પષ્ટીકરણ કરે છે. अनंतरक्षणोत्पादे बुधवुब्धकयो स्तुना। नैवं तरितिः कापि ततः शास्त्रायसंगतिः ॥ ३६॥
ભાવાર્થ-કેઇને માર્યા પછી તેની બીજી ક્ષણે જ્ઞાની અને શીકારી બંને સરખા છે, અને તેની કેઈ ઠેકાણે વિરતિ નથી, તેથી શાસ્ત્રાદિકની સંગતિ સંભવતી નથી. ૩૬
વિશેષાર્થ-કઈ સૂવર વગેરે પ્રાણીને માર્યા પછી બીજી ક્ષણે જ્ઞાની અને શીકારી બંને સરખા છે. કારણકે, જે પ્રાણ મરણ પામ્યું, એ બંને જણે સરખી રીતે જાણ્યું છે. એટલે જે મારનાર હતે, તે ક્ષણમાં બદલાઈ ગયે છે. એ બંનેમાંથી કોઈને મારવાની બુદ્ધિ નથી, વળી મારનાર તથા મરનાર સર્વની ક્ષણે ક્ષણે ઊત્પત્તિ અને મરણ છે, કેઈ ક્ષણે કાંઈ વિરતિ નથી-આવા સિદ્ધાંતથી તે મતવાળાઓના શાસ્ત્ર અસંગત છે–અસત્ય છે. ૩૬
જિનભગવતે પ્રરૂપેલે અહિંસા ધર્મજ સત્ય છે.
घटते न विनाहिंसां सत्यादीन्यपि तत्वतः । एतस्याति भूतानि तानि यद् जगवान् जगौ ॥ ३७॥
ભાવાર્થ–સત્ય વગેરે તો પણ અહિંસા વિના પરમાથી પણે ઘટતાં નથી. તે સત્યાદિવટે એ અહિંસા-જીવદયાની વાડા છે, એમ ભગવાન જિને કહેલું છે. ૩૭