________________
અધ્યાત્મ સાર.'
ઈને કશુ નથી, તેમ કોઈ તેને હણુ શકતું નથી. આ પ્રમાણે મત ધરાવનારાઓના ચિત્તમાં હિંસાની વાત ઉતરે નહીં, તેથી હિંસા ઊડી જાય છે. રૂર જો આત્માને એકાંત અનિત્ય માને, તે પણ
હિંસાદિ સંભવતાં નથી. अनित्यैकांतपझेऽपि हिंसादीनामसंभवः । . नाशहेतोरयोगेन क्षणिकत्वस्य साधनात् ॥ ३३ ॥
ભાવાર્થ– આત્મા અનિત્ય છે, એમ એકાંત માનનારા એને પક્ષે પણ હિંસા વગેરેને અસંભવ છે. કારણ કે, તેઓ સર્વ પદાર્થોને ક્ષણિક માને છે, તેથી ક્ષણિક આત્માના નાશને હેતુ સિદ્ધ થતે નથી, ૩૩
વિશેષાર્થ જે ક્ષણિક વાદી છે, તેઓ એકાંતે આત્માને અને બીજા સર્વ પદાર્થોને અનિત્ય માને છે, તેથી તેઓ એમ ધારે છે કે, ક્ષણમાં નાશ રૂપ એ આત્મા પોતાની મેળેજ મરે છે. તેને મારનાર કેઈ હેતું નથી. જ્યારે ક્ષણ નાશી આત્માને નાશને કઈ હેતુ નથી, તે પછી હિંસા ઉડીજ જાય છે. ૩૩
એકાંતક્ષણિક મતની પુષ્ટિને માટે બીજો પ્રકાર દર્શાવે છે.
न च संतान नेदस्य जनको हिंसको नवेत । सांवतत्वादजन्यत्वात् जावत्वनियतं हि तत् ॥ ४ ॥