________________
-
૨૫૮
અધ્યાત્મ સાર.
' વિશેષાર્થ-જે પુરૂષ પ્રથમથી વ્યવહારનયમાં રહેલું છે, એટલે શુદ્ધ વ્યવહારનય પ્રમાણે વર્તે છે, તે અશુભ વિકલ્પની નિવૃત્તિ કરે છે. કારણ કે, શુદ્ધ વ્યવહારનયમાં વર્તનારા પુરૂષને અશુભ વિકલ્પ થતા જ નથી. તે મનની શુદ્ધિ કરી શકે છે. જ્યારે તે શુભ વિકલ્પમય વ્રતની સેવામાં તત્પર બને છે, ત્યારે તે સેવાથીજ તે અશુભ વિકલ્પને હરી લે છે. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ કોટે વાગ્યે હોય, તે બીજા કાંટાથી દૂર થઈ શકે છે, તેમ શુભ વિકલ્પ સેવવાથી અશુભ વિકલ્પ હરી શકાય છે. ૧૫ દેશથી નિવૃત્તિ કરવી, તે પણ મનને ગુણકારી થાય છે. विषमधोत्य पदानि शनैः शनैर्हरति मंत्रपदावधि मांत्रिकः । जवति देशनिवृत्ति रपि स्फुटा गुणकरी प्रथमं मनसस्तथा ॥१६॥
ભાવાર્થ—જેમ માંત્રિક પુરૂષ મંત્રની સમાપ્તિ સુધી મંત્રના પદે બેલી, હળવે હળવે સપદિકનું વિષ હરે છે, તેમ સ્કૂટ એવી દેશથી નિવૃત્તિ કરવી, તે પણ પ્રથમ મનને ગુણકારી થાય છે. ૧૬
વિશેષાર્થ-કદિ સર્વથી નિવૃત્તિ ન થઈ શકે તે પણ, જે દેશથી નિવૃત્તિ કરી હોય તે, તે પ્રથમ મનને ગુણકારી થાય છે, તે વાત દષ્ટાંતથી સમજાવે છે. જેમ મંત્રજ્ઞ પુરૂષ કેઈ સર્પાદિકનું વિષ હરવાને મંત્રનાં પદે સમાપ્તિ સુધી હળવે હળવે બેલી તે સર્પાદિકના વિષને હરે છે, તેમ પ્રથમ દેશથી નિવૃત્તિ કરી, હળવે હળવે મનને નિધિ કરવામાં આવે છે, તે મન વશીભૂત થઈ